મુંબઈ લોકલનું શિડ્યુલ ખોરવાયું: રોષે ભરાયેલા મુસાફરોએ દિવા સ્ટેશન પર કર્યું રેલ રોકો આંદોલન

01 October, 2023 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે સવારે મધ્ય રેલવે (Central Railway)ના દિવા સ્ટેશન પર કોંકણ જતા રેલવે મુસાફરોમાં રોષ (Mumbai Local Schedule Disrupted) જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા મુસાફરો રેલવે ટ્રેક પર ઊતરી આવ્યા હતા અને મધ્ય રેલવેનો સમગ્ર વાહનવ્યવહાર થંભાવી દીધો હતો

તસવીર સૌજન્ય: સતેજ શિંદે

મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local Train)નું ટાઈમ ટેબલ રવિવારે ફરી એકવાર ખોટું થયું છે. આજે સવારે મધ્ય રેલવે (Central Railway)ના દિવા સ્ટેશન પર કોંકણ જતા રેલવે મુસાફરોમાં રોષ (Mumbai Local Schedule Disrupted) જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા મુસાફરો રેલવે ટ્રેક પર ઊતરી આવ્યા હતા અને મધ્ય રેલવેનો સમગ્ર વાહનવ્યવહાર થંભાવી દીધો હતો. મીડિયા અહેવાલો અનુસાર રવિવારે સવારની દિવા (Diva) સાવંતવાડી પેસેન્જર ટ્રેન ઘણા કલાકો પછી પણ સ્ટેશન પર પહોંચી ન હતી. તેમ જ આ અંગે રેલવે પ્રશાસન દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી, જેના કારણે મુસાફરો રોષે ભરાયા હતા અને રેલ રોકો પ્રદર્શન કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, દિવા-સાવંતવાડી પેસેન્જર ટ્રેનના રોષે ભરાયેલા મુસાફરો પાટા પર ઊતરી આવ્યા હતા અને જેના કારણે લોકલ ટ્રેનથી એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલા મુસાફરોએ રેલવે ટ્રેક 1, 2 અને 3 બ્લૉક કરી દીધા હતા, જેના કારણે મધ્ય રેલવેનો અપ અને ડાઉન ટ્રાફિક થોડો સમય માટે ઠપ થઈ ગયો હતો. લગભગ 45 મિનિટ સુધી અરાજકતાનો માહોલ જાહેર રહ્યો હતો, બાદમાં ભારે જહેમત બાદ રેલવે પોલીસે મુસાફરોને ટ્રેક પરથી હટાવ્યા હતા.

જોકે, આ રેલ રોકો આંદોલનને કારણે મધ્ય રેલવેનું શિડ્યુલ ખોરવાઈ ગયું છે. લોકલ ટ્રેનો ખૂબ મોડી દોડી રહી છે. આથી મધ્ય રેલવેના મુસાફરોને આજે દિવસભર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પૂરી સંભાવના છે. જોકે, આજે સેન્ટ્રલ લાઈન પર મેગા બ્લૉક ન હોવાના કારણે મુસાફરોને થોડી રાહત થઈ છે.

શનિવારે પનવેલ નજીક માલગાડી પાટા પરથી ઊતરી જવાને કારણે હાર્બર લાઇનનું શેડ્યૂલ ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. તેની અસર આજે સવારે પણ રહી હતી, જેના કારણે કોંકણ જતી ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે. મધ્યરાત્રિએ ઉપડેલી તુઆતારી એક્સપ્રેસ 9 કલાક મોડી પડી હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ડોમ્બિવલીની કચ્છી યુવતીની ઑ​ફિસમાંથી ઘરે પાછા ફરવાની ટ્રેનની સફર અંતિમ બની રહી

ડોમ્બિવલી-ઈસ્ટમાં નૌપાડા રોડ અનંતમ રિજન્સીમાં બિલ્ડિંગ નંબર-૧૬માં રહેતી અને ઘરે આવી રહેલી ૩૬ વર્ષના જિનલ જગદીશ સૈયાનું સોમવારે રાતે ટ્રેનમાંથી પડતાં અકસ્માત થતાં મૃત્યુ થયું હતું. ગઈ કાલે તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જિનલના મૃત્યુથી પરિવારજનો ભારે આઘાતમાં આવી ગયા છે એટલે તેની પ્રાર્થનાસભા રાખવામાં આવી નથી.

જિનલ સૈયા વી. ટી.માં એક પ્રાઇવેટ કંપનીમાં બૅક ઑફિસમાં કામ કરતી હતી. ગેલડા ગામની જિનલ સોમવારે ટ્રેન પકડીને ડોમ્બિવલી આ‍વી રહી હતી એ વખતે તે દિવા અને કોપર સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતાં તેણે જીવ ગુમાવ્યો હતો. આ બનાવ વિશે જિનલના સંબંધીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જિનલ ઑફિસેથી આવતી વખતે કોઈ ફિક્સ ટ્રેન પકડતી નહોતી. સોમવારે પોણાઆઠ વાગ્યે દિવા અને કોપર સ્ટેશન વચ્ચે ટ્રેન-અકસ્માત થતાં જિનલે જીવ ગુમાવ્યો હતો. અમને રાતે દસ વાગ્યે રેલવે પોલીસનો ફોન આવ્યો હતો. અમે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે પોસ્ટમૉર્ટમ પણ કરી લીધું હતું. અમને ગઈ કાલે બપોરે મૃતદેહ આપવામાં આવ્યો હતો અને અમે અંતિમસંસ્કાર કર્યા હતા. જોકે અકસ્માત કઈ રીતે થયો અને શું થયું એ વિશે કંઈ જ ખબર નથી.’

mumbai local train central railway indian railways mumbai mumbai news