Mumbai Local: દાદર સ્ટેશનના પ્લેટફોર્મ નંબરમાં ટૂંક સમયમાં થશે બદલાવ

29 May, 2023 05:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દાદર રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મ નંબર એક જ રહેશે. જોકે, હાલ સેન્ટ્રલ રેલવેના પ્લેટફોર્મ નંબર બદલાવા જઈ રહ્યા છે. તાજેતરમાં મધ્ય અને પશ્ચિમ રેલવેના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

દાદર સ્ટેશન (Dadar Station) પર પ્લેટફોર્મ નંબર અંગે મુસાફરો હંમેશા મૂંઝવણમાં રહે છે. આ મૂંઝવણને દૂર કરવા માટે વહીવટીતંત્રે હવે એક જ ક્રમમાં પ્લેટફોર્મ નંબર આપવાનો નિર્ણય કર્યો છે. (Mumbai Local News)

દાદર રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મ નંબર એક જ રહેશે. જોકે, હાલ સેન્ટ્રલ રેલવેના પ્લેટફોર્મ નંબર બદલાવા જઈ રહ્યા છે. તાજેતરમાં મધ્ય અને પશ્ચિમ રેલવેના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશ્ચિમ રેલવેથી મધ્ય રેલવેના છેલ્લા પ્લેટફોર્મ એટલે કે દાદર ટર્મિનસ સુધીના પ્લેટફોર્મસને ક્રમિક રીતે નંબર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવે અધિકારીઓની બેઠક મુજબ પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મ નંબરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મ 1થી 7 યથાવત રહેશે. જોકે, હવે મધ્ય રેલવેની સ્લો લાઇન પર પહેલું પ્લેટફોર્મ આઠ નંબરનું હશે. અન્ય પ્લેટફોર્મના નંબરો તે મુજબ બદલવામાં આવશે. દાદર ટર્મિનસના પ્લેટફોર્મ નંબરો પણ તે જ પ્રમાણે હશે.

મધ્ય રેલવે પર પ્લેટફોર્મ નંબર હવે આઠથી શરૂ થશે. આથી ટર્મિનસનો પ્લેટફોર્મ નંબર હવે 15 રહેશે. રેલવે અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે. અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે ટૂંક સમયમાં સ્ટેશનમાં આ પ્રકારના ફેરફારો કરવામાં આવશે.

આ પણ વાંચો: એસી લોકલની ફરી થઈ મગજમારી

દાદર રેલવે સ્ટેશન પર મુસાફરોને આ ફેરફાર વિશે જાણ કરવા માટે સ્ટેશનમાં વારંવાર બદલાતા પ્લેટફોર્મ નંબરો સાથે સૂચના આપવામાં આવશે. આ સાથે અગાઉની જાહેરાતોમાં પણ ફેરફાર થશે. આ સાથે ફૂટ બ્રિજ અને ડાયરેક્શનલ પ્લેટફોર્મ પર પણ નંબર બદલવામાં આવશે. અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેના પર નવા નંબર નાખવામાં આવશે. આ સાથે રેલવે અધિકારીઓએ ખાતરી આપી છે કે દાદર રેલવે સ્ટેશનમાં આ ફેરફારોથી મુસાફરોને કોઈ મૂંઝવણ અને અસુવિધા નહીં થાય, જેનું રેલવે પ્રશાસન દ્વારા ધ્યાન રાખવામાં આવશે.

mumbai mumbai news dadar mumbai local train