25 December, 2023 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘વંદે ભારત` ટ્રેન
મુંબઈ : આલીશાન સવારી, જબરદસ્ત સ્પીડ અને વાજબી ભાડાંને કારણે લાંબા અંતરના પ્રવાસીઓની પસંદગીમાં ખરી ઉતરનાર ‘વંદે ભારત’ની ચાર ટ્રેન મુંબઈથી દોડી રહી છે એમાં ૩૦ ડિસેમ્બરથી વધુ એક મુંબઈ-જાલનાનો વધારો થવાનો છે. ‘વંદે ભારત’ દોડે એ પ્રવાસીઓ માટે સારી વાત છે, પણ એવું જાણવા મળ્યું છે કે આ ટ્રેનને કારણે મુંબઈની લોકલ ટ્રેનોનું ટાઇમ ટેબલ ખોરવાઈ શકે છે અને એથી મુંબઈગરાઓએ હેરાનગતિ અને હાડમારી ભોગવવી પડે એવી શક્યતા છે.
મુંબઈગરાઓએ હેરાનગતિ ભોગવવી પડે એવી શક્યતા
રાજ્યની પહેલી વંદે ભારત ટ્રેન મુંબઈ-ગાંધીનગર વચ્ચે દોડી હતી. એ પછી મુંબઈ-સોલાપુર, મુંબઈ-શિર્ડી, મુંબઈ-ગોવા અને નાગપુર-બિલાસપુર વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. એમાં હવે મુંબઈ–જાલના વંદે ભારત શરૂ થવાની છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એને લીલી ઝંડી દેખાડવાના છે. સેન્ટ્રલ રેલવેમાં મુંબઈ સીએસએમટી-જાલના ટ્રેન શરૂ થશે એ ખરું, પણ એ ટ્રેન માટે ૧૩ અન્ય લાંબા અંતરની ટ્રેનો અને ૭ લોકલ ટ્રેનોના સમયમાં ફેરફાર થવાનો છે. એને કારણે લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા મુંબઈગરાઓએ હેરાનગતિ ભોગવવી પડે એવી શક્યતા છે.