Mumbai: બોરીવલીથી ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસીની ધરપકડ

03 February, 2023 09:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસે કહ્યું કે તેમણે એમએચબી પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે રહેતા એક વિદેશી નાગરિક વિશે સૂચના મળી હતી, જે બુધવારે રાતે બોરીવલી પશ્ચિમના ગણપત પાટિલ નગર આવવાનો હતો.

પ્રતીકાત્મક તસવીર

પોલીસે કહ્યું કે તેમણે એમએચબી પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે રહેતા એક વિદેશી નાગરિક વિશે સૂચના મળી હતી, જે બુધવારે રાતે બોરીવલી પશ્ચિમના (Borivali West) ગણપત પાટિલ નગર આવવાનો હતો.

ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવા અને ખોટી ઓળખ હેઠળ રહેવાના આરોપમાં બુધવારે બોરીવલીમાં એમએચબી પોલીસે બાંગ્લાદેશી અપ્રવાસીની ધરપકડ કરી. પોલીસે કહ્યું કે એમએચબી પોલીસ સ્ટેશનના અધિકારી ક્ષેત્રમાં ગેરકાયદેસર રહેતા એક વિદેશી નાગરિક વિશે સૂચના મળી હતી, જે બુધવારે રાતે બોરીવલી પશ્ચિમના ગણપત પાટિલ નગર આવવાનો હતો.

પોલીસે જાળ પાથર્યો અને શંકાસ્પદની પૂછપરછ કરવા માટે તેને પકડ્યો. પૂછપરછ દરમિયાન પોતાની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યો નહીં. તેની બોલી અને લહેજાએ પોલીસની શંકાને વધારે મક્કમ કરી દીધી.

આગળ પૂછપરછ કરવા પર, માણસે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવાની વાત સ્વીકારી. તેણે પોતાની ઓળખ બાંગ્લાદેશના (Bangladesh) ખુલના નિવાસી 35 વર્ષીય જકારિયા મુલ્લા તરીકે જણાવી. મુલ્લાએ કહ્યું કે તેણે સીમા સુરક્ષા અધિકારીઓને ચકમો આપીને બાંગ્લાદેશની સીમા પાર કરી અને કામની શોધમાં ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કર્યો.

આ પણ વાંચો : Mumbaiના 27 ટકા નાગરિકો પીડાય છે ડાયાબિટીઝથી, જાણો વિગતે

એક અધિકારી પ્રમાણે, એવા અપ્રવાસી ભારતમાં રહેવા માટે ગેરકાયદેસર રીતે અલગ-અલગ જગ્યાએ મજૂરો તરીકે કામ કરે છે. મુલ્લા વિરુદ્ધ વિદેશી નાગરિક અધિનિયમ અને ભારતીય પાસપૉર્ટ અધિનિયમની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Mumbai mumbai news mumbai crime news borivali Crime News mumbai police whats on mumbai