05 December, 2019 10:06 AM IST | Mumbai | Rajendra B Aklekar
હોટેલનો શેડ દૂર કરવામાં આવ્યો
ડોમ્બિવલી સ્ટેશન પર ટ્રેનની ફ્રિક્વન્સી વધારવાની આવશ્યકતા છે એવા સંસદસભ્યના નિવેદન પછી પ્લૅટફૉર્મ તૈયાર કરવાની યોજનાને ફરી ડિઝાઇન બનાવવામાં આવી છે. ડોમ્બિવલીના પ્લૅટફૉર્મ-નંબર ૧-એની નજીકમાં આવેલી રેસ્ટોરાંએ બાંધેલા વધારાના શેડ ઝડપી ગતિની ટ્રેનો માટે દૂર કરવામાં આવશે. સેન્ટ્રલ રેલવેએ ડોમ્બિવલી સ્ટેશનનું નવીનીકરણ કરવાની યોજના તૈયાર કરી છે જેને પગલે સ્ટેશન પરથી લોકોની અવર-જવર સરળ બનશે.
સેન્ટ્રલ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડોમ્બિવલી સ્ટેશનમાં હાથ ધરવામાં આવનારા અન્ય ફેરફારોમાં પ્લૅટફૉર્મ-નંબર બેના છેડાના ભાગના વળાંકને સરળ બનાવાશે જેથી વધુ લોકો અવર-જવર કરી શકે.
રેલવેના અધિકારીઓ આ કામ માટે ખાનગી પાર્ટીઓ સાથે ચર્ચા કરશે. જોકે આ પ્રોજેક્ટ માટે જમીન હસ્તગત કરવાની આવશ્યકતા ન હોવાથી પ્રોજેક્ટ ત્વરિત પૂર્ણ થશે.
રાજ્યસભાની સભ્ય અને એનસીપીનાં સદસ્યા સુપ્રિયા સુળેએ સંસદમાં ગઈ કાલે ટ્રેનની ફ્રિક્વન્સી વધારવાની આવશ્યતા પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો : કોર્ટની સુનાવણીમાં રૂબરૂ હાજરીમાંથી રાહત આપવા દેવેન્દ્ર ફડણવીસની માગણી
કલ્યાણ અને થાણે વચ્ચે બે લેવલ ક્રૉસિંગ છે જે આ બન્યા પછી બંધ કરવામાં આવશે. હાલમાં રેલવેએ ઠાકુર્લીનો બ્રિજ બંધ કર્યો છે. લેવલ ક્રૉસિંગ બંધ થવાથી કલ્યાણ-થાણે સેક્શનની સમયસરતા વધશે.