નબળા ફાઉન્ડેશનને કારણે હોર્ડિંગ તૂટી પડ્યું

16 May, 2024 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તૂટી પડેલા હોર્ડિંગની બાજુમાં જ આવેલાં બીજાં ૮૦x૮૦ના ત્રણ ગેરકાયદે હોર્ડિંગ કાઢી લેવાયાં છે

ઘાટકોપર હોર્ડિંગની તસવીર

ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના બાબતે ફાયર બ્રિગેડના ઑ​ફિસરે આ ઘટના માટે હોર્ડિંગના નબળા ફાઉન્ડેશનને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ૧૨૦x૧૨૦ ફુટ મોટું હોર્ડિંગ ઊભું કરવા માટે જે પ્રકારનું મજબૂત ફાઉન્ડેશન, પાયો ચણવો જોઈએ એવો ચણાયો નહોતો. માત્ર પાંચથી છ ફુટ ઊંડો પાયો ખોદી સ્ટ્રક્ચર ઊભું કરી દેવાયું હતું. આમ એનો પાયો નબળો હોવાથી વંટોળ વખતે એ એની ઝીંક ઝીલી શક્યું નહીં અને તૂટી પડ્યું. આ ઘટના વંટોળ વખતે બની એ ખરું, પણ નબળા પાયાના કારણે એ ગમે ત્યારે બનવાની તો હતી જ, આજે નહીં તો કાલે. તૂટી પડેલા હોર્ડિંગની બાજુમાં જ આવેલાં બીજાં ૮૦x૮૦ના ત્રણ ગેરકાયદે હોર્ડિંગ કાઢી લેવાયાં છે, પણ એના સ્ટ્રક્ચરને ડિસમેન્ટલ કરવામાં સાત દિવસ જેટલો સમય લાગી જશે.

mumbai news ghatkopar brihanmumbai municipal corporation