05 December, 2019 09:39 AM IST | Mumbai
મેહુલ ચોક્સી
બે અબજ ડૉલરના પીએનબી ફ્રોડ કેસના આરોપી અને ભાગેડુ આર્થિક ગુનેગાર મેહુલ ચોક્સી વિરુદ્ધ સ્પેશ્યલ કોર્ટમાં ચાલી રહેલા કેસ પર સ્ટે મૂકવાની અરજીને ગઈ કાલે મુંબઈ હાઈ કોર્ટે ના પાડી દીધી હતી. કેસની તપાસ કરી રહેલી ઈડીએ અગાઉ ગયા વર્ષે ઑગસ્ટમાં નવા અમલમાં મુકાયેલા કાયદા અનુસાર મેહુલ ચોક્સીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા સ્પેશ્યલ કોર્ટ સમક્ષ અરજી કરી હતી જેના પર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
જેની સામે આરોપીએ હાઈ કોર્ટમાં પીએમએલએ કોર્ટમાં કેસની કાર્યવાહી પર સ્ટે મૂકવાની માગણી કરી હતી. ઈડીની તપાસ મુજબ કેસનો અન્ય એક મુખ્ય આરોપી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ બૅન્કના અધિકારીઓ સાથેની સાંઠ-ગાંઠ દ્વારા બનાવટી લેટર ઑફ અન્ડરટેકિંગ (એલઓયુ) મેળવી ૧૪,૦૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હતો.
પીએનબીની મુંબઈ બ્રાન્ચે મોદી ગ્રુપની કંપનીઓને માર્ચ, ૨૦૧૧થી માંડીને આ કૌભાંડ પ્રકાશમાં ન આવ્યું ત્યાં સુધી બનાવટી એલઓયુ ઇશ્યુ કર્યા હતા.