08 April, 2025 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈમાં ગરમી અને ઉકળાટ વધી રહ્યાં છે ત્યારે હવામાન ખાતાએ કહ્યું છે કે ગુરુવાર સુધી હજી પણ તાપમાન વધવાની શક્યતા છે અને બફારો પણ રહેશે. એથી મુંબઈ સહિત પાલઘર, થાણે, રાયગઢ અને રત્નાગિરિ જિલ્લામાં એણે યલો અલર્ટ જાહેર કરી છે. ગઈ કાલે મુંબઈમાં કોલાબામાં ૩૩.૬ ડિગ્રી જ્યારે સાંતાક્રુઝમાં ૩૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
તાપમાન ભલે ૩૫-૩૬ ડિગ્રી હોય, પણ એની અસર જાણે ૩૯-૪૦ ડિગ્રી તાપમાન હોય એવી અનુભવાય છે. આજે પણ મુંબઈમાં પારો ૩૬ ડિગ્રીના આસપાસ રહે એવી આગાહી કરવામાં આવી છે. ગરમીના કારણે મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તાર મરાઠવાડામાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ગઈ કાલે મહારાષ્ટ્રના જળગાંવમાં ૪૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે માલેગાંવમાં ૪૧.૬ ડિગ્રી તાપમાન હતું.