એ હાલો... બોરીવલીમાં મેલડી માના મંદિરે મહાપ્રસાદનું આયોજન, બધાને મળશે લહાવો

09 February, 2024 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શ્રી જાગૃતયુવક મિત્ર મંડળ દ્વારા બોરીવલી ઈસ્ટમાં મેલડી મા (Meldi Maa Temple) ના આંગણે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવારે એટલે કે સંવત 2080 મહાસુદ બીજ 11 ફેબ્રુઆરીના રોજ માઈભક્તો સહિત તમામ લોકો આ પ્રસાદનો લાભ લઈ શકશે.

મેલડી માના મંદિરમાં સ્થાપિત માતાજીની મૂર્તિ

Meldi Maa Temple:  ધર્મમાં અપાર આસ્થા ધરાવનારા ભક્તો ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરતા રહે છે, એ પછી માતાજીનો માંડવો હોય, પૂજા હોય, હવન હોય, રામકથા હોય કે પછી ભંડારો હોય. મુંબઈના બોરીવલી ઈસ્ટમાં  મોટા પાયે માતાજીના મંદિરે આવું જ એક ધાર્મિક આયોજન થવા જઈ રહ્યું છે. બોરીવલી ઈસ્ટમાં આવેલા મેલડી માતાજી(Meldi Maa Temple)ના મંદિરે આગામી રવિવારે મહાપ્રસાદ એટલે ભંડારો યોજાવાનો છે. 

શ્રી જાગૃતયુવક મિત્ર મંડળ દ્વારા બોરીવલી ઈસ્ટમાં મેલડી મા ના આંગણે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવારે એટલે કે સંવત 2080 મહાસુદ બીજ 11 ફેબ્રુઆરીના રોજ માઈભક્તો સહિત લોકો આ ભંડારામાં સામેલ થઈ શકશે અને મહાપ્રસાદનો લ્હાવો લઈ શકશે. શ્રી જાગૃતયુવક મિત્ર મંડળ દ્વારા માતાજીમાં શ્રદ્ધા ધરાવતા ભક્તો સહિત તમામ લોકોને ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે. જો તમે મુંબઈમાં છો તો મહાપ્રસાદનો લાભ અવશ્ય લઈ શકો છો. 

શ્રી મેલડી માં મંદિરના પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. બોરીવલી ઈસ્ટમાં કાઠીયાવાડી ચૌકમાં મેલડી માના મંદિરે બીજના દિવસે માતાજીના દર્શનનો લહાવો લઈ મહાપ્રસાદનો લાભ માતાજીના ભક્તોને મળશે. રવિવારે બપોરે 11: 30 કલાકે મહાપ્રસાદનો લાભ મળશે.  જ્યારે સાંજે  7: 00 કલાકે શ્રી મેલડી માતાજીની આરતી કરવામાં આવશે અને સાંજે 8:00 કલાકે ડાક ડમરુ કાર્યક્રમ યોજાશે. 

ઉલ્લેખનીય છે કે બોરીવલી પૂર્વનો રાયડોંગરી વિસ્તાર કે જ્યાં મેલડી માતાએ સ્વયંભૂ પ્રગટ થવાનો સંકલ્પ કર્યો અને માતાજી મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયાં. આ મંદિરના ઇતિહાસ સાથે રામુબેન રાવળનું પણ નામ જોડાયેલું છે. તેઓએ જ 1995ની સાલમાં અહીં માતાજીની સ્વયંભૂ  મૂર્તિની સ્થાપના એક નાનકડી દેરીમાં કરી હતી.આજે તો શ્રી મેલડી માતાનું અહીં મોટું મંદિર બાંધવામાં આવ્યું છે પરંતુ એક સમયે નાનકડી દેરીમાં માતાજીની મૂર્તિ બિરાજીત કરવામાં આવી હતી. ધીમે-ધીમે અહીં અનેક શ્રદ્ધાળુઓ આવવા લાગ્યા ત્યારબાદ અહીંના સ્થાનિક લોકોએ ભેગા મળીને દેરીનું સરસ ચણતર કરાવવાનું બીડું ઝડપ્યું. ધીરે-ધીરે આ મંદિર એક આસ્થાનું સ્થાન જ બની ગયું. આજે પણ અહીં માનતા પૂરી કરવા લોકો દૂર-દૂરથી આવે છે.

 

 

 

mumbai news gujarati community news gujaratis of mumbai borivali culture news