13 December, 2023 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આગની પ્રતીકાત્મક તસવીર
Mumbai Fire: મુંબઈમાં અવાર-નવાર આગની ઘટનાઓ ઘટતી રહે છે. ત્યારે અંધેરીમાં ફરી એક આગનો મામલો સામે આવ્યો છે. અંધેરી વિસ્તારમાં ત્રણ કારમાં આગ લાગી હતી. કારમાં સૂતો એક વ્યક્તિ ખુબ જ ગંભીર રીતે દાઝી ગયો છે. આ ઘટના અંધેરીના મહાકાલી ગુફા રોડ વિસ્તારમાં બની હતી. આ આગ રાત્રે 02.25 કલાકે લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. જે ત્રણ ફોર વ્હીલર વાહનો (કાર)માં આગ લાગી તેમાંથી માત્ર બેની જ ઓળખ થઈ છે, જેની વિગતો નીચે આપેલ છે.
એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
નોંધનીય છે કે આ ત્રણેય વાહનો ટ્રાન્સ રેસિડેન્સી બિલ્ડિંગની સામે પાર્ક કરવામાં આવ્યા હતા. બપોરે 02.44 કલાકે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફારૂક સિદ્દીકી નામનો 45 વર્ષનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેનું શરીર 90 ટકા જેટલું બળી ગયું છે. આ પછી તેને સારી સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
"આગ ત્રણ કાર સુધી જ સીમિત હતી. ત્રણ કારમાંથી બે મારુતિ સુઝુકી વેગન આર કાર છે. જ્યારે ત્રીજી કારનું રજીસ્ટ્રેશન જોવા મળ્યું ન હતું. ટ્રાન્સ રેસિડેન્સી બિલ્ડિંગની સામે વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા," એ નાગરિક સંસ્થાએ જણાવ્યું હતું.
અક્સ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિની ઓળખ ફારુક સિદ્ધિકી (45) તરીકે થઈ છે. તેના શરીરનો 90 ટકા ભાગ બળી ગયો છે. તે શખ્સ ગંભીર રીતા દાઝ્યો છે. આ સાથે જ ત્રણ કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી, એમ નાગરિક સંસ્થાએ જણાવ્યું હતું.
"સિદ્ધિકીને પહેલા નાગરિક સંચાલિત ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં વધુ સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો," એવું BMCએ જણાવ્યું હતું. બે ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને લગભગ 2.44 વાગ્યે આગ બુઝાવી દેવામાં આવી હતી, એમ નાગરિક સંસ્થાએ જણાવ્યું હતું.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આવી જ એક અન્ય ઘટનામાં ગોરેગાંવમાં 9 ડિસેમ્બરે સવારે છ માળની ઈમારતમાં આગ લાગી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અનુસાર, ગોરેગાંવ (વેસ્ટ)માં મૃણાલ તાઈ ગોર બ્રિજ પાસે સ્થિત અસ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સવારે 11.02 વાગ્યે આગ લાગી હતી. આ ઘટનાની જાણ BMCના મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) દ્વારા કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને હાની પહોંચી નહોતી.