16 October, 2024 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આગની પ્રતીકાત્મક તસવીર
મુંબઈના અંધેરી વિસ્તારમાંથી આગની ઘટના (Mumbai Fire News) સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે અંધેરીમાં લોખંડવાલા કોમ્પ્લેક્સમાં 14 માળની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આગ ભભૂકી હતી, જેને કારણે ત્રણ લોકોના મોત થયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.
આ દુર્ઘટના વિશે પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ (Mumbai Fire News) સવારે 8 વાગ્યાની આસપાસ ફાટી નીકળી હતી અને અંધેરી વિસ્તારમાં લોખંડવાલા કોમ્પ્લેક્સમાં 4 થી ક્રોસ રોડ પર સ્થિત રિયા પેલેસ બિલ્ડિંગના 10મા માળે લાગી હતી.
આગનું કારણ હજી અકબંધ
આ ભયાનક આગ આજે સવારે 8.58 કલાકે કાબુમાં આવી હતી. બીએમસીના જણાવ્યા અનુસાર હજી સુધી તો આ આગ કયા કારણોસર લાગી છે તેનું કોઈ જ સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી.
સિનિયર સીટીઝન કપલ તેમ જ તેમના હેલ્પરનો જીવ ગયો
મુંબઈના અંધેરી વિસ્તારમાં લાગેલી આગ (Mumbai Fire News)માં જે કરણ લોકોના મોત થયા છે. તે ત્રણેય મૃતકોની ઓળખ ચંદ્રપ્રકાશ સોની (74), કાંતા સોની (74) અને પેલુબેતા (42) તરીકે થઈ છે. આ આગમાં સિનિયર સીટીઝન દંપતી આણે તેમનાં હેલ્પરનું મોત થયું છે. આ આગ લાગ્યા બાદ ફાયર વિભાગના કર્મચારીઓ દોડી આવ્યાં હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા બે વરિષ્ઠ નાગરિકો સહિત તેમનાં હેલ્પરને ગંભીર ઇજા થઈ હતી. તે ત્રણેય ઇજાગ્રસ્તોને તાબડતોબ કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે આ ત્રણેયને હોસ્પિટલ દ્વારા પહોંચતાની સાથે જ મૃત જાહેર કર્યા હતા.
લોખંડવાલા કોમ્પ્લેકસમાં એક મહિનામાં આ બીજી દુર્ઘટના
તમને જણાવી દઈએ કે આ રીતે મુંબઈના અંધેરીમાં લોખંડવાલા કોમ્પ્લેક્સના એક મહિનામાં આ આગની બીજી દુર્ઘટના છે. આ પહેલા 19 સપ્ટેમ્બરના રોજ લોખંડવાલા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ-પ્લસ-વન-ફ્લોર બંગલામાં આગ ભભૂકી હતી. જોકે, તે આગમાં કોઈ જ જાનહાનિ થઈ નહોતી. ત્યારે તો તે બંગલામાં લાગેલી ભયાવહ આગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
કુર્લામાં પણ લાગી હતી ભયાવહ આગ
આ પહેલાં 9 ઓક્ટોબરની સાંજે મુંબઈના કુર્લા વિસ્તારમાં એક પ્લાસ્ટિક ઉત્પાદન એકમમાં પંણ ભીષણ આગ (Mumbai Fire News) ફાટી નીકળી હતી. સમતા નગર, કુર્લાના દુર્ગા રોડ પરના એક ગોડાઉનમાં આ ભયાવહ આઆગ ફાટી નીકળી હતી. જોકે આ ઘટનાની જાણ સાંજે 5:45 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી, જેનાથી ઈમરજન્સી સેવાઓનો ઝડપી પ્રતિસાદ મળ્યો હતો.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર કુર્લા પશ્ચિમના સમતા નગર વિસ્તારમાં દુર્ગા રોડ પર સ્થિત એક પ્લાસ્ટિક-મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જે આગ લાગવાની ઘટના બની હતી તે ઘટનાની જાણ નાગરિક સત્તાવાળાઓને લગભગ 5:45 વાગ્યે કરવામાં આવી હતી, જેના પગલે મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) ના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.