19 April, 2023 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: ટ્વિટર
મહારાષ્ટ્રના થાણેમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે થાણેના ઓરિયન બિઝનેસ પાર્કમાં ગઈકાલે રાત્રે લગભગ આઠ વાગ્યે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ આગ અટકવાને બદલે ફેલાઈ રહી હતી. આગ કેટલી ઝડપથી ફેલાઈ રહી હતી તેનો અંદાજ તમને એ વાત પરથી મળી શકે છે કે થોડી જ વારમાં ઓરિયન બિઝનેસ પાર્કની બાજુમાં આવેલા મોલમાં પણ આગ લાગી ગઈ હતી.
રાહતની વાત એ છે કે થાણેના ઓરિયન બિઝનેસ પાર્કમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે મોલની બાજુમાં ઓરિયન બિઝનેસ પાર્ક છે. પહેલા આગ લાગી અને પછી સિને વન્ડર મોલના એક ભાગમાં ફેલાઈ ગઈ. હાલમાં મોલ સંપૂર્ણ બંધ છે. જાણવા મળે છે કે આ ઈમારત મુંબઈને અડીને આવેલા થાણેના ઘોડબંદર રોડ પર છે, જેમાં આગ લાગી છે. પ્રાથમિક માહિતી મુજબ સામાનનો કેટલોક હિસ્સો છે જે આગની લપેટમાં આવી ગયો છે.
આ પણ વાંચો: Mumbai Fire: માનખુર્દમાં સ્ક્રેપ કમ્પાઉન્ડમાં ભભૂકી આગ, લાખોનો સામાન બળીને રાખ
આગની આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. જોકે આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી. મળતી માહિતી મુજબ, આગ સૌપ્રથમ કોરિયન બિઝનેસ પાર્ક નામની ઈમારતમાં લાગી હતી, ત્યારબાદ ઈમારતમાં હંગામો મચી ગયો હતો. લોકોને ત્યાં હાજર અલગ-અલગ ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ જ્વાળાઓ એટલી પ્રબળ હતી કે બાજુમાં આવેલ સિને વન્ડર મોલ પણ લપેટમાં આવી ગયો હતો. થાણે ડીસીપી અમર સિંહ જાધવે કહ્યું, "ઓફિસમાં કામ કરતા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને અધિકારીઓ ઘટનાસ્થળે છે."