19 February, 2024 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Mumbai Fire: મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં સ્થિત આકાશદીપ નામની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી અને આગ (Mumbai Fire) કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
ઉલ્લેેખનીય છે કે આજે રાજસ્થાનના દૌસા જિલ્લા (Dausa News)માં રવિવારે મોડી રાત્રે એક કંપાવનારા સમાચાર સામે આવ્યા હતા. અહીં એક જાનૈયાઓથી ભરેલી બસનો ભયંકર અકસ્માત થયો હતો. જિલ્લાના માનપુર વિસ્તારમાં જાનૈયાઓની બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન બસમાં મુસાફરી કરી રહેલા જાનૈયાઓ પોતાની જાન બચાવવા બસમાંથી છલાંગ લગાવતા જોવા મળ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાથી વિસ્તાર (Dausa News)માં ખળભળાટ મચી ગયો હતો. જાણકારી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની જાણકારી મેળવી હતી.