હોમિયોપથી ડૉક્ટર ઍલોપથી દવા પ્રિસ્ક્રાઇબ કરી શકશે

28 December, 2024 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઍલોપૅથ ડૉક્ટરો ઓછા હોય છે એટલે ત્યાં દરદીઓને સારવાર મેળવવામાં તકલીફ પડતી હોવાથી રાજ્ય સરકારે હવે હોમિયોપથી ડૉક્ટરોને પણ ઍલોપથી દવા લખીને આપવાની છૂટ આપી છે

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઍલોપૅથ ડૉક્ટરો ઓછા હોય છે એટલે ત્યાં દરદીઓને સારવાર મેળવવામાં તકલીફ પડતી હોવાથી રાજ્ય સરકારે હવે હોમિયોપથી ડૉક્ટરોને પણ ઍલોપથી દવા લખીને આપવાની છૂટ આપી છે. જોકે એના માટે તેમણે મૉડર્ન ફાર્માકોલૉજીનો એક વર્ષનો કોર્સ કર્યો હોવો અનિવાર્ય છે. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશને ૨૬ ડિસેમ્બરે બહાર પાડેલા પરિપત્રમાં મેડિકલ સ્ટોર્સને પણ હોમિયોપથી ડૉક્ટરે લખેલી દવા આપવાનું કહેવામાં આવ્યું છે. 


હોમિયોપથી ડૉક્ટરોનું કહેવું છે કે આવો પરિપત્ર આ પહેલાં પણ બહાર પાડવામાં આવ્યો હતો, પણ ઍલોપથી ડૉક્ટરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાના વિરોધ બાદ સરકારે એને પાછો ખેંચી લીધો હતો. 

food and drug administration medical information mumbai news mumbai news