18 December, 2022 05:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
શિયાળાની (Winter) ઋતુ શરૂ થઈ દઈ છે. મોટાભાગે અનેક રાજ્યોમાં પારો નીચે ઉતરી (Temprature down) રહ્યો છે. આ બધા વચ્ચે ડિસેમ્બર મહિનામાં (December) પણ મુંબઈકર (Mumbaikar) ગરમી (Facing Heat) સામે જજૂમી રહ્યા છે. આ વર્ષે અહીં ડિસેમ્બરમાં (December) પણ પારો વધવાનું ચાલું છે. ગરમીથી મુંબઈવાસી (Mumbaikars) બેહાલ છે. શુક્રવારે સૌથી વધુ તાપમાન 35.6, શનિવારે પણ તાપમાની આની આસપાસ જ રહ્યું. તો રવિવારે 33 ડિગ્રી સેલ્સિયસ રેકૉર્ડ કરવામાં આવ્યો. સતત બે દિવસ શુક્રવાર અને શનિવારે મુંબઈમાં ભારતનું સૌથી વધુ તાપમાન નોંધાયું.
એક દાયકા દરમિયાન ડિસેમ્બરનું સૌથી ગરમ દિવસ
જણાવવાનું કે શનિવારના દિવસનું તાપમાન 36 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. ફક્ત મુંબઈ જ નહીં, પણ આખા કોંકણ ક્ષેત્રમાં દિવસ અને રાતના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે પણ મુંબઈનું તાપમાન 34.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
થોડાક દિવસ હજી આવું વાતાવરણ જળવાઈ રહેશે
માનવામાં આવી રહ્યું છે કે અરબ સાગર પર થતાં દબાણને કારણે હવાની દિશા બદલાઈ છે. આને કારણે દક્ષિણ પૂર્વ તરફ વહી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી થોડાક દિવસો સુધી મુંબઈમાં આવું જ હવામાન રહેશે. દિવસ સિવાય રાતના તાપમાનમાં પણ વધારો થશે. એવામાં ડિસેમ્બર મહિનામાં પણ મુંબઈકર્સને હજી પણ ગરમી સહન કરવી પડી શકે છે.
આ પણ વાંચો : મુંબઈના પોલીસ કમિશનર માટે છે ડ્યુટી પહેલાં, કન્યાદાન પછી
જળાશયોની ઓછી થતી સંખ્યા અને મુંબઈના તાપમાનમાં વધારો
વિશેષજ્ઞોનું કહેવું છે કે શહેરમાં સતત વિકાસના કામ થવાથી બિલ્ટ અપ એરિયા વધતું જઈ રહ્યું છે. જળાશય ઘટતા જાય છે અને આ કારણે મુંબઈમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.