Mumbai Crime: 25 પ્લેટ સમોસાને બદલે ચૂકવવા પડ્યા 1.40 લાખ રૂપિયા... જાણો શું થયું?

11 July, 2023 07:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime : મુંબઈ (Mumbai) નગર નિગમ દ્વારા સંચાલિત કેઈએમ હૉસ્પિટલના 27 વર્ષીય એક ડૉક્ટરે પોતાના ગમતા રેસ્ટૉરેન્ટમાંથી 25 પ્લેટ સમોસા (Samosa) ઑનલાઈન ઑર્ડર કર્યા પણ ઑર્ડર કર્યા બાદ તેના અકાઉન્ટમાંથી 1.40 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા.

સમોસા (ફાઈલ તસવીર)

Mumbai Crimeમુંબઈ (Mumbai) નગર નિગમ દ્વારા સંચાલિત કેઈએમ હૉસ્પિટલના 27 વર્ષીય એક ડૉક્ટરે પોતાના ગમતા રેસ્ટૉરેન્ટમાંથી 25 પ્લેટ સમોસા (Samosa) ઑનલાઈન ઑર્ડર કર્યા પણ ઑર્ડર કર્યા બાદ તેના અકાઉન્ટમાંથી 1.40 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. પોલીસ અધિકારીએ સોમવારે આ માહિતી આપી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના શનિવાર સવારે 8.30 થી 10.30 વાગ્યા વચ્ચેની છે.

મુંબઈમાં (Mumbai) એક ડૉક્ટરને (Doctor) સમોસા ખાવા ખૂબ જ મોંઘા પડી ગયા. ડૉક્ટરને સમોસા એટલા મોંઘા પડ્યા કે આને બદલે તેણે લગભગ દોઢ લાખ રૂપિયા ગુમાવવા (ચૂકવવા) પડ્યા. ડૉક્ટરે એક રેસ્ટોરેન્ટમાંથી 25 પ્લેટ સમોસા મગાવ્યા, જેના પછી તેમને 1.40 લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો. (Doctor faced fraud while ordering Samosa online)

સમોસા ઑર્ડર કરવામાં 1.40 લાખ રૂપિયા ગુમાવ્યા
માહિતી પ્રમાણે, મુંબઈમાં (Mumbai) નગર નિગમ (BMC) દ્વારા સંચાલિત કેઈએમ હૉસ્પિટલના (KEM Hospital) 27 વર્ષીય એક ડૉક્ટરે પોતાના ગમતા રેસ્ટૉરન્ટ પાસેથી 25 પ્લેટ સમોસા ઑનલાઈન ઑર્ડર કર્યા, પણ ઑર્ડર કર્યા બાદ તેમના ખાતામાંથી 1.40 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. પોલીસ અધિકારીએ સોમવારે આ માહિતી આપી દીધી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના (Mumbai Crime) શનિવારે સવારે 8.30 વાગ્યાથી 10.30 વાગ્યાની વચ્ચેની છે. તેમણે કહ્યું કે પીડિત અને તેમના સહયોગીઓએ કર્જતમાં પિકનિકની યોજના ઘડી હતી, જેને માટે સમોસાનો ઑર્ડર આપવામાં આવ્યો હતો. ડૉક્ટર્સે રેસ્ટૉરેન્ટના નંબર ઑનલાઈન શોધ્યા બાદ ઑર્ડર આપ્યો હતો.

ઠગના ચંગુલમાં ફસાયો ડૉક્ટર
પોલીસે કહ્યું કે જ્યારે ડૉક્ટરે તે નંબર પર કૉલ કર્યો, તો જવાબ આપનારાએ તેમની પાસેથી 1,500 રૂપિયા એડવાન્સ પેમેન્ટ કરવા માટે કહ્યું. ત્યાર બાદ ડૉક્ટરને એક વૉટ્સએપ સંદેશ મળ્યો, જેમાં ઑર્ડરની પુષ્ટિ અને ઑનલાઈન પૈસા મોકલવા માટે બેન્ક અકાઉન્ટનો નંબર પણ હતો. ડૉક્ટરે 1500 રૂપિયા મોકલ્યા.

ત્યાર બાદ બીજી તરફ હાજર વ્યક્તિએ કહ્યું કે પેમેન્ટ માટે એક ટ્રાન્ઝેક્શન આઈડી બનાવવાની હશે. ત્યાર બાદ આ ઠગની વાતોમાં આવીને ડૉક્ટરને પહેલા 28,807 રૂપિયા અને પછીથી કુલ મળીને 1.40 લાખ રૂપિયાનું નુકસાન થયું.

અધિકારીએ જણાવ્યું કે ડૉક્ટરની ફરિયાદ પર ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી અને સૂચના પ્રૌધોગિકી અધિનિયમ પ્રાવધાનો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલે આગળની તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડની માગ પૂરી કરવા માટે કારના પાર્ટ્સની ચોરી કરી તેનો કેસ નોંધાય હતો. આ કેસમાં છોકરાઓ પોતાની ગર્લફ્રેન્ડની માગ પૂરી કરવા માટે પૈસાનો જુગાડ કરવા તેણે મોંઘી મોંઘી કારના પાર્ટ્સની ચોરી કરી અને તેને વેચવાનું કામ શરૂ કર્યું. આમ કરતાં તે પકડાયો અને પોલીસે તેની ધરપકડ કરી. 

KEM Hospital mumbai crime news Crime News mumbai news Mumbai karjat