06 January, 2023 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai) ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) યુવા મોરચાના અધ્યક્ષ તેજિંદર સિંહ તિવાનાને વૉટ્સએપ (Whatsapp) મેસેજ દ્વારા જીવલેણ ધમકી (Death Threat) આપવામાં આવી. તેમની સાથે તેમના પરિવારને પણ મારી નાખવાનો ઉલ્લેખ આ મેસેજમાં છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મુંબઈ અધ્યક્ષ તેજિંદર સિંહ તિવાનાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેજિંદર સિંહ તિવાનાએ જણાવ્યું કે 5 જાન્યુઆરીના સંદીપ સિંહ નામની વ્યક્તિએ વૉટ્સએપ પર મેસેજ કરી તેને પરિવાર સહિત મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે કહ્યનું કે આ ધમકી ખાલિસ્તાની ચરમપંથીઓ તરફથી આવી અને આ મામલે બાંગુર નગર થાણામાં ફરિયાદ કરવામાં આવી છે.
તેજિંદર સિંહ તિવાના પ્રમાણે, ધમકી આપનારી વ્યક્તિ ખાલિસ્તાની આતંકવાદી સુમ છે. જે પહેલા પણ અનેક વરિષ્ઠ નેતાઓને આ પ્રકારની ધમકી આપી ચૂક્યો છે. તેજિંદર સિંહ તિવાનાને મોકલવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, "તમે બીજેપી છોડી દો નહીંતર તમને અને તમારા પરિવારને મારી નાખવામાં આવશે."
આ પણ વાંચો : સંજય રાઉતની વધી મુશ્કેલીઓ: શિવડી કોર્ટે જાહેર કર્યું બિનજામીન પાત્ર વૉરંટ
તિવાનાએ ખાલિસ્તાની અને લશ્કર-એ-ખાલસા સંગઠોનોને પણ પ઼઼કાર આપ્યો છે અને કહ્યું છે કે મારો દેશ અને મારી સાથે અમારી સેના પર હુમલો કરતા પહેલા તેમણે ચીન જઈને તેમની સ્થિતિ પૂછવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક દિગ્ગજ નેતાઓ અને સેલિબ્રિટીઝને જીવલેણ ધમકીઓ આપવામાં આવી છે જેમાં શરદ પવારથી લઈને બૉલિવૂડ ભાઈજાન સલમાન ખાનનું નામ પણ સામેલ છે.