Mumbai Airport પર કસ્ટમ વિભાગે ઝડપ્યુ 4.47 કિલો હેરોઈન અને 1.596 કિલો કોકેઈન

06 January, 2023 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport)  પર કરોડો રૂપિયાનું કોકેઈન (Cocaine) અને હેરોઈન (Heroin) જપ્ત કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં (Mumbai) સીમા શુલ્ક વિભાગના અધિકારીઓને મોટી સફળતા મળી છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport )  પર કરોડો રૂપિયાનું કોકેઈન (Cocaine) અને હેરોઈન (Heroin) જપ્ત કરવામાં આવી છે. શુક્રવારે (6 જાન્યુઆરી)ના રોજ એક અધિકારીએ જણાવ્યું કે ઍરપૉર્ટ પર કસ્ટમે બે અલગ-અલગ મામલે કરોડો રૂપિયાનું કોકેઈન અને હેરોઈન જપ્ત કર્યું છે.

કસ્ટમ અધિકારીએ જણાવ્યું કે મુંબઈ ઍરપૉર્ટ પર એક ફોલ્ડરના કવરમાં 31.29 કરોડ રૂપિયાની 4.47 કિલો હેરોઈન મળી છે, તો 15.96 કરોડ રૂપિયાની કિંમતનું 1.596 કિલો કોકેઈન કપડાંનાં બટન્સમાં છુપાવેલું મળી આવ્યું. અધિકારીએ કહ્યું કે અમે નશાયુક્ત પદાર્થોની તસ્કરી વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે આ અભિયાન હેઠળ આ રેકેટનો ભાંડાફોડ થયો.

આરોપીઓને એનડીપીએસ એક્ટ (Narcotic Drugs adn Psychotrophic Substances Act, 1985)ની કલમ 8ના પ્રાવધાનોનું ઉલ્લંઘન કરતા પકડવામાં આવ્યા હતા. આની સાથે જ તેમણે એનડીપીએસ અધિનિયમની કલમો 21, 23 અને 29 હેઠળ દંડનીય અપરાધ કર્યો. રાજસ્વ સીક્રેટ નિદેશાલય (DRI)એ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એનડીપીએસ અધિનિયમની કલમ 43 (એ) હેઠળ નશાયુક્ત પદાર્થ જપ્ત કરી લેવામાં આવ્યા.

આ પણ વાંચો : Mumbai: BJP યુવા મોરચાના અધ્યક્ષ તેજિંદર સિંહ તિવાનાને જીવલેણ ધમકી

નવેમ્બરમાં જપ્ત કર્યું હતું 50 કરોડ રૂપિયાનું હેરોઈન
આ પહેલા નવેમ્બરમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ડીઆપઆઈએ કાર્યવાહી કરતા 50 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું હતું. આની સાથે જ તેમણે આરોપીઓની પણ ધરપકડ કરી હતી. માહિતી પ્રમાણે, ઈથિયોપિયન નાગરિક હેરોઈ લઈને આવ્યા હતા. ઍરપૉર્ટ પર ડીઆરઆઈના અધિકારીઓએ ઑપરેશન દરમિયાન આરોપીઓને 7.9 કિલો પાઉડર હેરોઈન સાથે પકડી પાડ્યા હતા. ડીઆરઆઈને સીક્રેટ ઈન્ફૉર્મેશન મળી હતી કે અદીસ અબાબાથી ભારત માટે હેરોઈનની તસ્કરી કરવામાં આવી રહી છે.

Mumbai mumbai news chhatrapati shivaji international airport mumbai airport Crime News mumbai crime news