મીરા રોડના સિક્યૉરિટી ગાર્ડે કર્યો બિલ્ડિંગની જ છોકરી પર બળાત્કાર

14 September, 2023 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેને પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

મીરા રોડમાં એક બિલ્ડિંગમાં રહેતી ૧૫ વર્ષની કિશોરી પર બિલ્ડિંગના સિક્યૉરિટી ગાર્ડે બળાત્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પીડિતા ગર્ભવતી થયા બાદ આ આઘાતજનક બાબત પ્રકાશમાં આવી હતી.

પીડિતની ઉંમર ૧૫ વર્ષ છે અને તે એક નામાંકિત સ્કૂલમાં અભ્યાસ કરે છે. ૨૫ વર્ષનો સંતાલાલ ગૌડ એ કિશોરીના બિલ્ડિંગમાં જ સિક્યૉરિટી ગાર્ડ છે. તેણે કિશોરીના ભોળપણનો ગેરલાભ ઉઠાવીને તેની સાથે બિલ્ડિંગના પમ્પ હાઉસમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. ફેબ્રુઆરીથી ઑગસ્ટ ૨૦૨૩ વચ્ચે તેણે તેને વારંવાર બિલ્ડિંગના પમ્પ હાઉસમાં બોલાવીને આ કૃત્ય આચર્યું હતું. જોકે આ છોકરી ગર્ભવતી થયા બાદ આ પ્રકારની વાત ધ્યાનમાં આવી હતી. કાશીમીરાના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નરેન્દ્ર કોરે માહિતી આપી હતી કે ‘પોલીસે આ કેસમાં સુરક્ષાગાર્ડની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેને પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.’ 

mira road Crime News mumbai crime news mumbai mumbai news mumbai police