midday

થાણેના ઉલ્હાસનગરમાં 4 શખ્સોએ કરી સ્થાનિક રહેવાસીની હત્યા, પરિસરના લોકોમાં ગભરાટ

25 October, 2024 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime News: આ ઘટના બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઉલ્હાસનગરના કેમ્પ પાંચ વિસ્તારના રહેવાસી ભરત દુસેજા જ્યારે તેમના મિત્ર સાથે ટુ-વ્હીલર પર જઈ રહ્યો હતો તે દરમિયાન તેમના પર ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.
ભરત દુસેજા અને હત્યા બાદનું ક્રાઇમ સીન (તસવીર: મિડ-ડે)

ભરત દુસેજા અને હત્યા બાદનું ક્રાઇમ સીન (તસવીર: મિડ-ડે)

Mumbai Crime News:  થાણે જિલ્લાના કલ્યાણ (Kalyan) નજીક આવેલા ઉલ્હાસનગરથી એક ભયાવહ હત્યાની ઘટના સામે આવી છે. ઉલ્હાસનગરમાં એક સ્થાનિક રહેવાસીની ચાર અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી જેના કારણે આસપાસના પરિસરમાં રહેતા લોકોમાં મોટો ગભરાટ ફેલાયો છે. ઉલ્હાસનગરના કેમ્પ (Mumbai Crime News) પાંચ વિસ્તારમાં આવેલી કૈલાશ કોલોનીમાં આ ઘાતકી હત્યાની ઘટના બની હતી.

આ ઘટના બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઉલ્હાસનગરના કેમ્પ પાંચ (Ulhasnagar) વિસ્તારના રહેવાસી ભરત દુસેજા જ્યારે તેમના મિત્ર સાથે ટુ-વ્હીલર પર જઈ રહ્યો હતો તે દરમિયાન તેમના પર ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે કેમ્પ ચારમાં સતરામ દાસ હૉસ્પિટલ (Mumbai Crime News) નજીક રહેતા દુસેજા અને તેના મિત્રને હુમલાખોરોએ અટકાવ્યા હતા અને તેઓએ તેના પર કોઈ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં, જે ખળભળાટવાળા વિસ્તારમાં થયો હતો તેમાં દુસેજાને ગંભીર ઈજાઓ થઈ હતી. આ હુમલા બાદ દુસેજાને એમ્બ્યુલન્સના અભાવને (Mumbai Crime News) કારણે ટુ-વ્હીલર અને ઓટો-રિક્ષામાં પસાર થતા લોકો દ્વારા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યારે તેઓ સેન્ટ્રલ હૉસ્પિટલ પહોંચ્યા તો ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘાતકી હત્યા પાછળનો હેતુ હજી અસ્પષ્ટ રહ્યો છે. દરમિયાન, હિલ લાઇન પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે એફઆઈઆર (Murder Case) નોંધી છે અને આરોપીઓને શોધી કાઢવા અને ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી છે.

થોડા દિવસ પહેલા પણ ઉલ્હાસનગરના એક નાગરિકની કરવામાં આવી હતી હત્યા

ઉલ્હાસનગરમાં રહેતા અને વિરારના ચંદનસારમાં પેટ્રોલપમ્પ ધરાવતા ૭૫ વર્ષના રામચંદ્ર ખાખરાણીનો હત્યા કરાયેલો મૃતદેહ મુંબઈ-અમદાવાદ હાઇવે (Mumbai Ahmedabad Highway) પર તરછોડાયેલી તેમની જ કારમાંથી મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે ‘રવિવારે રાતે તેઓ તેમના પેટ્રોલપમ્પ પરથી ૫૦,૦૦૦ રૂપિયાનું કલેક્શન લઈને નીકળ્યા હતા. તેમની સાથે ૫૪ વર્ષનો તેમનો ડ્રાઇવર મુકેશ ખૂબચંદાની હતો. જોકે એ પછી તેમના બન્નેના મોબાઇલ સ્વિચ્ડ-ઑફ આવતા હોવાથી રામચંદ્ર ખાખરાણીના પરિવારના સભ્યોએ નાયગાંવ પોલીસ-સ્ટેશનમાં (Mumbai Crime News) તેઓ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ગઈ કાલે બપોરે પેલ્હાર પોલીસ-સ્ટેશનની હદમાંથી તેમનો મૃતદેહ તરછોડાયેલી કારમાંથી મળી આવ્યો હતો. ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવી હોવાનું જણાયું છે. ડ્રાઇવર મુકેશ ખૂબચંદાની હજી મિસિંગ છે. અમે તેની શોધખોળ કરી રહ્યા છીએ.’

વધુ એક ઘટનામાં ધારાવીમાં (Mumbai Crime News) રાજીવ ગાંધી નગરમાં ૨૬ વર્ષના અરવિંદ વૈશ્ય નામના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકર પર બે લોકોએ પોલીસની હાજરીમાં તલવારથી હુમલો કરીને હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. આરોપીઓ ધારાવીમાં જમીન કબજો કરીને લૅન્ડ જેહાદ કરતા હોવાની ફરિયાદ જીવ ગુમાવનારા અરવિંદ વૈશ્યએ ધારાવી પોલીસ-સ્ટેશનમાં કરી હતી. ફરિયાદ બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

mumbai crime news Crime News murder case ulhasnagar mumbai news