02 August, 2024 05:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક 19 વર્ષીય યુવકને સગીરાનો હાથ પકડીને આઈ લવ યુ કહેવુ મોંઘું પડ્યું છે. મુંબઈની વિશેષ પોક્સો કોર્ટે (Mumbai Crime News) આ કેસમાં આરોપી યુવકને બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
કોર્ટે યુવકને પોક્સો એક્ટ હેઠળ દોષી ઠેરવ્યો
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, બાળકોને યૌન અપરાધોથી બચાવવા માટે પોક્સો ઍક્ટ (Mumbai Crime News) હેઠળ નોંધાયેલા કેસમાં કોર્ટે આ નિર્ણય આપ્યો છે. ન્યાયાધીશ અશ્વિની લોખંડેએ કહ્યું કે, આરોપી દ્વારા બોલવામાં આવેલા શબ્દોથી ચોક્કસપણે 14 વર્ષની સગીર છોકરીના હૃદયને ઠેસ પહોંચી છે. 30 જુલાઈના રોજ સુનાવણી બાદ કોર્ટે આરોપીને છેડતીનો દોષી ઠેરવ્યો હતો. જોકે, આરોપીને કડક પોક્સો એક્ટ હેઠળ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
આ 2019નો મામલો છે
ફરિયાદ મુજબ, સગીર બાળકીની માતાએ સપ્ટેમ્બર 2019માં સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોલીસ (Mumbai Crime News)ને જણાવ્યું કે તેની પુત્રી ચાની પત્તી ખરીદવા નજીકની દુકાને ગઈ હતી, પરંતુ રડતી રડતી ઘરે પરત આવી હતી.
ફરિયાદ અનુસાર, જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે છોકરીએ તેની માતાને કહ્યું કે એક વ્યક્તિ બીલ્ડિંગના પહેલા માળે તેની પાછળ આવ્યો, તેનો હાથ પકડીને `આઈ લવ યુ` કહ્યું હતું. જોકે, યુવકે તેના પર લાગેલા આરોપોમાં પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે આરોપીનો અપરાધ સાબિત કરવા માટે પીડિતા અને તેની માતા સહિત ચાર સાક્ષીઓની તપાસ કરી હતી.
આરોપીએ પોતાને નિર્દોષ જાહેર કર્યો
આ દરમિયાન આરોપીએ કોર્ટમાં પોતાને નિર્દોષ જાહેર કર્યો હતો અને પોતાનો બચાવ કરતી વખતે દાવો કર્યો હતો કે પીડિતા સાથે તેનું અફેર હતું અને તેણે પોતે જ તેને ઘટનાના દિવસે મળવા બોલાવ્યો હતો. જોકે, કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે જો પીડિતાનું આરોપી સાથે અફેર હોત તો તેણે ડરના કારણે તેની માતાને આ ઘટના વિશે જણાવ્યું ન હોત.
આરોપીને ધમકી આપવાનો આરોપ
વધુમાં, જ્યારે છોકરીની માતા ઘટના પછી આરોપી સાથે વાત કરવા ગઈ, ત્યારે તેણે તેને ધમકી આપી અને તેને કહ્યું કે "તે જે ઈચ્છે તે કરે", પીડિતા અને તેની માતાના પુરાવાએ આરોપોને સમર્થન આપ્યું હતું. કોર્ટે આરોપીના વકીલને કહ્યું કે, આપેલા પુરાવા ખોટા સાબિત કરવા માટે કોર્ટ સમક્ષ કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
વધુમાં, પીડિતાના આરોપી સાથેના પ્રેમ સંબંધની હકીકતો બંને સાક્ષીઓ (સગીર છોકરી અને તેની માતા) દ્વારા નકારી કાઢવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, તેમના પુરાવા વિશ્વાસથી પ્રેરિત હતા. ન્યાયાધીશે પોતાના ચુકાદામાં કહ્યું કે, આરોપી દ્વારા ઉચ્ચારવામાં આવેલા શબ્દો ચોક્કસપણે પીડિતાની ગરિમાનું અપમાન કરે છે, જે ઘટના સમયે માત્ર 14 વર્ષની હતી.