24 December, 2024 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં વિશેષ અદાલત દ્વારા બળાત્કારના (Mumbai Crime News) એક કેસ પર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અહીં એક પુરુષે તેની ૧૫ વર્ષની ભત્રીજી ઉપર રેપ કર્યો હતો અને વારંવાર આવું દુષ્કૃત્ય કરીને તેને ગર્ભવતી કરવા બદલ નાની મોટી નહીં, પણ આજીવન કેદની સજા ફટકારી દીધી છે.
આ કેસમાં ચુકાદો આપતાં જ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વ્યક્તિની આવી હરકતોને કારણે બાળકીનાં જીવન પર જીવનભર મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક અસર થઈ છે. આ મામલે જોતાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ ન્યાયાધીશ જે.પી. ડાર્કેકરે 45 વર્ષીય વ્યક્તિને બળાત્કાર માટે સજા ફટકારી હતી અને તેને 6,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ નિર્દેશ કર્યો હતો.
સગીર બાળકીનાં મન પર ખૂબ જ વિપરીત અસર થઈ છે : કોર્ટ
19 ડિસેમ્બરના રોજ લેવામાં આવેલા આ આદેશમાં ન્યાયાધીશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોપી (Mumbai Crime News) દ્વારા કરવામાં આવેલા કૃત્યો દ્વારા બાળકીનાં જીવન છોકરી પર જીવન પર ખૂબ જ ઊંડી રીતે માનસિક અને ભાવનાત્મક અસર પહોંચી છે.
આ સાથે જ કોર્ટે એમપણ જણાવ્યું હતું કે જે સમયે સગીર બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું ત્યારે તેની વય માત્ર ૧૫ જ વર્ષની હતી. પોતાની સાથે થયેલ ગેરવ્યવહારે તેના મન પર ખૂબ જ વિપરીત અસર કરી હોવાનું કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA), મુંબઈને મનોધૈર્ય યોજના હેઠળ પીડિતને વળતર આપવાનું પંણ ફરમાન કર્યું હતું. આ સાથે જ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કેસ (Mumbai Crime News)માં આટલું વળતર આપી દઈને પણ તે કઇ પૂરતું તો નથી જ. અને બીજીબાજુ પીડિત માટે પણ કોઈ રાહત જેવું કહી ન શકાય. એ બાળકીનાં મન પર જે અસર થઈ છે તે કઇ રીતે છીનવી શકાય કે ઓછી કરી શકાય?
માન અથવા પ્રતિષ્ઠા એકવાર છીનવાઇ જાય પછી તેની ભરપાઈ ન થઈ શકે : કોર્ટ
આ બાબતે વાત કરતી વેળાએ કોર્ટે જણાવ્યું હતું કે, "માન અથવા પ્રતિષ્ઠા એવી બાબત છે કે જે એકવાર છીનવાઈ જાય છે તો તેની ફરી ભરપાઈ કરી શકતી નથી. પણ, આરોપી તેને વળતર રૂપે થોડા પૈસા આપશે તો તે ઓછામાં ઓછું થોડું આશ્વાસન કહેવાશે. માટે આરોપીએ વળતર આપવું પડશે.”
પ્રાપ્ત અહેવાલો (Mumbai Crime News) જણાવે છે કે ડિસેમ્બર 2021માં નોંધાયેલી ફરિયાદ મુજબ, પીડિતા અને આરોપીના પરિવારજનો એક જ ઘરમાં રહેતા હતા. જુલાઇ, 2020માં આરોપીએ પીડિતાને એકલી જાણીને દુષ્કર્મ આચર્યું હતું. અને જઓ તે આ બાબતે કોઈને કહેશે તે તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફરિયાદ મુજબ તે વર્ષના નવેમ્બર સુધી તેણે 16-17 વખત દુષ્કર્મ કર્યું હતું.
જાન્યુઆરી 2021માં સોનોગ્રાફી કરાવતાં જાણવા મળ્યું હતું કે યુવતી 11 મહિનાની ગર્ભવતી હતી. ત્યારબાદ તેણીએ તેની માતાને આ બાબતે વાત કરી હતી. અને ત્યારબાદ પોલીસમફરિયાદ કરવામાં આવી હતી.