Mumbai Crime: પત્નીએ દારૂ માટે પૈસા આપવાની ના પાડી તો પતિએ ઉતારી મોતને ઘાટ

09 December, 2023 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દારૂ પીવાના પૈસા ન આપવા પર એક વ્યક્તિએ પોતાની જ પત્નીને કથિત રીતે માર માર્યો હતો અને ત્યાર યાદ તેની હત્યા કરી નાખી હતી.

પ્રતીકાત્મક તસવીર

Mumbai Crime: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દારૂ પીવાના પૈસા ન આપવા પર એક વ્યક્તિએ પોતાની જ પત્નીને કથિત રીતે માર માર્યો હતો અને ત્યાર યાદ તેની હત્યા કરી નાખી હતી. એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, મુંબઈના ગોરેગાંવ (પૂર્વ)માં એક વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી દીધી કારણ કે તેણે દારૂ માટે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો.

આ મામલે અધિકારીએ કહ્યું હતું કે 42 વર્ષીય આરોપીને રેલ્વે પોલીસે મલાડ વિસ્તારના માલવાણીમાંથી પકડ્યો હતો જ્યારે તે તેની પત્નીની હત્યા કર્યા બાદ શહેર છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરવીન અંસારી (26) ગુરુવારે સાંજે તેના ઘરે ગંભીર રીતે ઘાયલ મળી આવી હતી અને ડોક્ટરોએ તેને નજીકની હોસ્પિટલમાં મૃત જાહેર કરી હતી, અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ કહ્યું કે હત્યાનો આરોપી પતિ દારૂના પૈસાને લઈને દરરોજ તેની પત્ની સાથે લડતો હતો.તેણે કહ્યું, `પતિ મોઇનુદ્દીન અંસારી દારૂના પૈસાને લઈને લડતો હતો.ગુરુવારે દારૂના પૈસાને લઈને પતિ-પત્ની વચ્ચે ફરી ઝઘડો થયો હતો, ત્યારબાદ આરોપીઓએ પત્નીને ખૂબ માર માર્યો હતો.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હત્યાનો આરોપી પતિ, અસન્રી બાદમાં બોરીવલી રેલ્વે પોલીસ દ્વારા ત્યારે પકડાઈ ગયો હતો જ્યારે તે શહેર છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

અન્ય એક કિસ્સામાં, એક 22 વર્ષીય વ્યક્તિએ શુક્રવારે વહેલી સવારે નવી મુંબઈના સનપાડા ખાતે ચોકીદારને મેચસ્ટિક આપવાનો ઇનકાર કરવા બદલ કથિત રીતે હત્યા કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ માહિતી પીટીઆઈના અહેવાલમાં જણાવવામાં આવી હતી.

પીટીઆઈના અહેવાલ મુજબ આ ઘટનાનો આરોપી મોહમ્મદ આદિલ અઝમઅલી શેખ તુર્ભે નાકાનો રહેવાસી છે. 

જ્યારે શેઠ બેલાપુર રોડ પર એક રિક્ષા સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેણે પીડિત 53 વર્ષીય પ્રસાદ ભાનુસિંહ ખડકા પાસેથી માચીસની સ્ટિક માંગી હતી, પરંતુ બાદમાં ચોકીદારે માચીસ આપવાની ના પાડી તો આનાથી શેખ ગુસ્સે થયો હતો. તેણે એક મોટો પથ્થર ઉપાડ્યો અને ચોકીદાર પર હુમલો કર્યો હતો. તે પીડિતના માથા પર વાગ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સવારે બની હતી. 

mumbai crime news Crime News mumbai news goregaon maharashtra news