ફ્રુટ વેચનાર બેસ્ટની બસોમાં કરતો હતો ચોરી, મળ્યાં ચાર લાખના દાગીના

04 April, 2024 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime: આરોપી ફળ વિક્રેતા ચોરીનો કુખ્યાત ઇતિહાસ ધરાવે છે, તેના વિરુદ્ધ અનેક ફરિયાદ નોંધાયેલી છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (Mumbai)માં દિવસે-દિવસે ચોરીના (Mumbai Crime) બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ચોરીની વધુ એક અવનવી ઘટના ઘટી છે. મુંબઈ પોલીસ (Mumbai Police)એ પવઈ (Powai)માંથી એક ફળ વિક્રેતાની ધરપકડ કરી છે જે બેસ્ટ બસ બેસ્ટ (BEST Bus)માંથી ચોરી કરતો હતો.

મુંબઈ પોલીસ (Mumbai Police)એ પવઈ (Powai)ના ૪૦ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે, જેની ઓળખ મોહમ્મદ શમીમ કુરેશી (Mohammed Shamim Qureshi) તરીકે કરવામાં આવી છે. સ્થાનિક બેસ્ટ (BEST Bus) બસોમાં મુસાફરોને નિશાન બનાવતી શ્રેણીબદ્ધ ચોરીઓમાં તેની સંડોવણી માટે મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. કુરેશીની આઝાદ મેદાન પોલીસ (Azad Maidan police)એ ધરપકડ કરી હતી.

૪૭ વર્ષીય રહેવાસીની ફરિયાદ બાદ આરોપીની કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ પોલીસને જાણ કરી હતી કે, તે કોલાબા બસ ડેપો (Colaba Bus Depot)થી ક્રોફર્ડ માર્કેટ (Crawford Market)માં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેની બેગમાંથી રૂ. ૪.૪૮ લાખ રુપિયાના દાગીના ગાયબ થયા હતા.

મદદનીશ પોલીસ નિરીક્ષક (Assistant Police Inspector) લીલાધર પાટીલ (Liladhar Patil)એ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ચોરાયેલા દાગીના રિકવર કરવામાં આવ્યા છે. આરોપી મોહમ્મદ શમીમ કુરેશી વ્યવસાયે ફળ વેચનાર છે અને તે ચોરીનો કુખ્યાત ઇતિહાસ ધરાવે છે. જેના રેકોર્ડ દક્ષિણ મુંબઈના અનેક પોલીસ સ્ટેશનોમાં ફેલાયેલા છે.

સીસીટીવી ફૂટેજ અને વ્યાપક બાતમીદારોના નેટવર્કની મદદથી પોલીસ ટીમની તપાસને કારણે આરોપી મોહમ્મદ શમીમ કુરેશીની પવઈમાં આવેલા શુક્લા કમ્પાઉન્ડ (Shukla Compound) ખાતેના તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.

અસિસટન્ટ પોલિસ ઇન્સ્પેક્ટર લીલાધર પાટીલે જણાવ્યું કે, ‘આરોપી મોહમ્મદ શમીમ કુરેશી પાસેથી અમારા ડિટેક્શન સ્ટાફે ૪.૨૦ લાખ રુપિયાની કિંમતના હીરાના દાગીના અને ૨૫,૦૦૦ની કિંમતની સોનાની ચેઇનની ૧૦૦ ટકા રિકવરી કરી છે.’

પોલીસે આપેલી માહિતીના આધારે, આરોપી મોહમ્મદ શમીમ કુરેશીએ મુંબઈના અન્ય ભાગોમાં પણ આ પ્રકારના ગુના કર્યા હોવાની કબૂલાત કરી હતી. તેની સામે એલટી માર્ગ (LT Marg), ભાયખલા (Byculla), કોલાબા (Colaba), તારદેવ (Tardeo), ભોઇવાડા (Bhoiwada) અને પાયધોની પોલીસ સ્ટેશન (Pydhonie Police Station)માં કેસ નોંધાયેલા છે.

નોંધનીય છે કે, પોલીસે થાણેમાં ગયા અઠવાડિયે એક દુકાનમાંથી ચોરી થયેલા ૧૫ લાખ રૂપિયાના મોબાઇલ ફોન રિકવર કર્યા હતા. આ મામલે આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. ફિરોઝ ઉર્ફે મોનુ નઈમ ખાને ૨૦ માર્ચે મોડી રાતે ભાઈંદરની એક મોબાઇલ-શૉપમાંથી ૧૬.૭૧ લાખ રૂપિયાના બાવીસથી વધુ હાઈ-એન્ડ ફોનની ચોરી કરી હતી. પોલીસે ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સ પર કામ કરીને મુંબઈના બાંદરામાં રહેતો આરોપી ઉત્તર પ્રદેશના બિજનૌરમાં હોવાની માહિતી મેળવી હતી. પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચી ત્યારે આરોપી દિલ્હી ભાગી ગયો હતો. દિલ્હીમાં ધરપકડ બાદ તેની પાસેથી ૧૪.૫૬ લાખ રૂ​પિયાના ૨૦ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

Crime News mumbai crime news mumbai police powai mumbai mumbai news