midday

પેટ્રોલ પમ્પના માલિકનો હત્યા કરાયેલો મૃતદેહ તેમની જ કારમાંથી મળી આવ્યો

27 August, 2024 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવી હોવાનું જણાયું છે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ઉલ્હાસનગરમાં રહેતા અને વિરારના ચંદનસારમાં પેટ્રોલપમ્પ ધરાવતા ૭૫ વર્ષના રામચંદ્ર ખાખરાણીનો હત્યા કરાયેલો મૃતદેહ મુંબઈ-અમદાવાદ હાઇવે પર તરછોડાયેલી તેમની કારમાંથી સોમવારે બપોરે મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે ‘રવિવારે રાતે તેઓ તેમના પેટ્રોલપમ્પ પરથી ૫૦,૦૦૦ રૂપિયાનું કલેક્શન લઈને નીકળ્યા હતા. તેમની સાથે ૫૪ વર્ષનો તેમનો ડ્રાઇવર મુકેશ ખૂબચંદાની હતો. જોકે એ પછી તેમના બન્નેના મોબાઇલ સ્વિચ્ડ-ઑફ આવતા હોવાથી રામચંદ્ર ખાખરાણીના પરિવારના સભ્યોએ નાયગાંવ પોલીસ-સ્ટેશનમાં તેઓ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ગઈ કાલે બપોરે પેલ્હાર પોલીસ-સ્ટેશનની હદમાંથી તેમનો મૃતદેહ તરછોડાયેલી કારમાંથી મળી આવ્યો હતો. ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવી હોવાનું જણાયું છે. ડ્રાઇવર મુકેશ ખૂબચંદાની હજી મિસિંગ છે. અમે તેની શોધખોળ કરી રહ્યા છીએ.’

Whatsapp-channel
ulhasnagar virar western express highway ahmedabad mumbai mumbai news Crime News mumbai crime news