24 March, 2024 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસના પર્સનલ અસિસ્ટન્ટ (PA)ના નામે ૧૫ લાખ રૂપિયાની ચીટિંગ કરવાના મામલામાં પોલીસે સુહાસ મહાડિક અને કિરણ પાટીલની ગઈ કાલે ધરપકડ કરી હતી. આમાંના એક આરોપીની અગાઉ આવા જ કેસમાં આગ્રીપાડા પોલીસે ધરપકડ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ વિસ્તારની એક સોસાયટીનું કામ હતું એટલે સોસાયટીના એક રહેવાસીનો આરોપીએ સંપર્ક કરીને કહ્યું કે હું દેવેન્દ્ર ફડણવીસનો PAએ છું એટલે તમારું કામ કરાવી આપીશ, પણ આ માટે તમારે ૧૫ લાખ રૂપિયા આપવા પડશે. તેની વાતમાં વિશ્વાસ મૂકીને કામ સોંપવામાં આવ્યું હતું. જોકે વારંવાર પૂછપરછ કરવા છતાં કામ ન થતાં અને જવાબ આપવાનું ટાળવા લાગતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.’