Mumbai Crime: ઇન્સ્ટા ફ્રેન્ડને મળવા નેપાળથી મુંબઈ આવી યુવતી, બની હેવાનિયતનો ભોગ, આ રીતે પકડાયો નરાધમ

24 March, 2024 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime: 15 વર્ષની નેપાળની યુવતીનું પ્રેમની જાળમાં ફસાવ્યા બાદ મુંબ્રામાં ભાડાના મકાનમાં જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.

યૌનશોષણ પીડિતાની પ્રતીકાત્મક તસવીર

Mumbai Crime: સોશિયલ મીડિયા પર મિત્રતાના કેસ સતત વધી રહ્યા છે. વ્યક્તિ ભોળપણમાં સોશિયલ મીડિયાના સંબંધોને સાચા માની બેસે છે. અને પછી જે પરિણામ આવે છે તે ખરાબ હોય છે.

નેપાળની યુવતીને મહારાષ્ટ્રના યુવક સાથે થયો પ્રેમ 

તાજેતરમાં જ એક એવો કેસ સામે આવ્યો હતો જેમાં નેપાળની એક યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ તે એકલી નેપાલથી મહારાષ્ટ્ર (Mumbai Crime) આવી હતી. આ જ 15 વર્ષની યુવતીનું પ્રેમની જાળમાં ફસાવ્યા બાદ મુંબ્રામાં ભાડાના મકાનમાં જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ આખી જ ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે તે મુંબઈની લોકલમાંથી મુસાફરી કરી રહી હતી.

આ એક મહિના પહેલાંની વાત છે જ્યારે પીડિતા અને આરોપી ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ બન્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીની ઉંમર 22 વર્ષ છે. બંનેએ એકબીજાના મોબાઈલ નંબર મેળવ્યા હતા અને વાત થતી હતી. વાતચીત આગળ વધતાં આરોપીએ યુવતી તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આરોપીએ યુવતી સામે એવી પણ એક શરત મૂકી કે લગન માટે તેણે મુંબઈ આવવું પડશે. ત્યારે આરોપીએ યુવતીને એવી ધમકી પણ આપી હતી કે જો તે મુંબઈ નહીં આવે તો તે પોતાનું જીવન ટૂંકાવી દેશે. માટે જ યુવતી ગભરાઈ ગઈ અને તે મોટા-પિતાને જાણ કર્યા વગર જ નેપાળથી ઇન્સ્ટાગ્રામ મિત્રને મળવા મુંબઈ (Mumbai Crime) આવી ગઈ.

પ્રાપ્ત માહિતી અનુસાર 17 માર્ચે પીડિતા બસમાં ગોરખપુર ગઈ હતી. ત્યાર બાદ તે ત્યાંથી ટ્રેન લઈને મુંબઈ આવી હતી. 19 માર્ચની સવારે જ્યારે તે કલ્યાણ સ્ટેશન પર પહોંચી ત્યારે આરોપી તેની રાહ જોઈને બેઠો હતો. પછી તે નરાધમ યુવતીને મુંબ્રા લઈ ગયો હતો.

ત્યારે આરોપીએ ત્યાં એક રૂમ ભાડે રાખ્યો હતો. એ જ રૂમમાં આરોપીએ પીડિત યુવતીનું યૌનશોષણ (Mumbai Crime) કર્યું. ત્યારબાદમાં તે જ દિવસે આરોપી પીડિતાને દિવા સ્ટેશન પર એકલી છોડીને નાસી ગયો. 

આ રીતે મામલો આવ્યો પ્રકાશમાં, આ રીતે પકડાયો નરાધમ 

આખરે થયું તો એવું કે આ યુવતી ખૂબ જ ગભરાયેલી હાલતમાં મધ્ય રેલવેની દાદર લોકલમાં મુસાફરી કરી રહી હતી. ત્યારે લોકલમાં મુસાફરી કરી રહેલ અન્ય મુસાફરોએ આ છોકરીને આવી હાલમાં જોઈ ત્યારે આ યુવતીની પૂછપરછ કરી હતી. ત્યારે આ યુવતીએ સાથી મુસાફરોને પોતાની આપવીતી જણાવી હતી. ત્યારે અન્ય મુસાફરોએ આ યુવતીને દાદર સ્ટેશનના પોલીસ (Mumbai Crime)ને સોંપી દીધી હતી. 

જોકે, એકવાર દાદર પોલીસ સ્ટેશનમાં આ યુવતીને લઈ જવામાં આવી ત્યારબાદ પોલીસે (Mumbai Crime) કડક તપાસ હાથ ધરતા જ આરોપીની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી. યુવતી સાથે જે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેની તમામ વિગતો પોલીસે મેળવી લીધી. તપાસના થોડા જ કલાકોમાં આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

mumbai news mumbai Crime News mumbai crime news mumbra dadar sexual crime mumbai police