ભારત-પાકિસ્તાન મેચ બાદ MCA અધ્યક્ષ અમોલ કાલેનું હાર્ટ અટેક આવવાથી નિધન, સ્ટેડિયમમાં...

10 June, 2024 08:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટી20 વર્લ્ડ કપ 2024માં રવિવાર 9 જૂનના રોજ ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમવામાં આવી. આ મેચમાં રોહિત શર્માની કૅપ્ટનશિપની ભારતીય ટીમે 6 રનથી દળદાર જીત હાંસલ કરી. પણ આ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ માટે એક દુઃખદ સમાચાર પણ સામે આવ્યા છે.

અમોલ કાલે (તસવીર સૌજન્ય મિડ-ડે)

ટી20 વર્લ્ડ કપ 2024માં રવિવાર 9 જૂનના રોજ ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમવામાં આવી. આ મેચમાં રોહિત શર્માની કૅપ્ટનશિપની ભારતીય ટીમે 6 રનથી દળદાર જીત હાંસલ કરી. પણ આ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ માટે એક દુઃખદ સમાચાર પણ સામે આવ્યા છે.

ટી20 વર્લ્ડ કપ 2024માં રવિવારે (9 જૂન)ના રોજ ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમવામાં આવી હતી. આ મેચમાં રોહિત શર્માની કૅપ્ટનશિપવાળી ભારતીય ટીમે 6 રનથી દળદાર જીત હાંસલ કરી. પણ આ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ માટે એક દુઃખજ સમાચાર પણ સામે આવ્યા.

આ મેચ જોવા માટે અમેરિકામાં પહોંચેલા મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ના અધ્યક્ષ અમોલ કાલેનું હાર્ટ અટેક થકી નિધન થઈ ગયું છે. તે સ્ટેડિયમમાં બેસીને આ મેચ જોઈ રહ્યા હતા. મેચ બાદ તેમની તબિયત બગડી અને હાર્ટ અટેક થકી નિધન થઈ ગયું.

સંદીપ પાટિલને હરાવીને અધ્યક્ષ બન્યા હતા અમોલ કાલેને દેવેન્દ્ર ફડણવીસના નજીકના માનવામાં આવતા હતા. અમોલ એમસીએના અધિકારીઓ સાથે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે ન્યૂયોર્કમાં હતા. આ મેચ નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

અમોલ કાલે ગયા વર્ષે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના અધ્યક્ષ બન્યા હતા. બીસીસીઆઈના ખજાનચી આશિષ શેલર અને દેવેન્દ્ર ફડણવીસના નજીકના સહયોગી અમોલ કાલેએ અધ્યક્ષ પદની ચૂંટણીમાં સંદીપ પાટિલને હરાવ્યા હતા.

અમોલને શેલર અને ફડણવીસ ઉપરાંત એનસીપી (શરદ પવાર) ના વડા શરદ પવારનું સમર્થન હતું. શરદ પવાર અને આશિષ શેલર એમસીએના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. અમોલ કાલે ઉપાધ્યક્ષ હતા.

આ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

આ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 120 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. જવાબમાં પાકિસ્તાન 7 વિકેટે 113 રન જ બનાવી શક્યું હતું અને 6 રનથી મેચ હારી ગયું હતું. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે 8 મેચમાં ભારતની આ 7મી જીત હતી.

જસપ્રિત બુમરાહે 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાને 2 વિકેટ મળી હતી. અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલી આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં (ICC World Cup 2024) ગઇકાલે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો હતો. ઈન્ડિયા પાકિસ્તાનની મેચની ટિકિટો મેળવવા ક્રિકેટ પ્રેમીઓ દરેક પાર્કરના અખતરા કરીને અનેક વખત વધુ પૈસા આપીને બ્લેકમાં પણ ટિકિટ ખરીદે છે. ટી-20 વર્લ્ડ કપ મેચમાં ગઇકાલની ભારત-પાકિસ્તાન વચ્ચેના આ મહા મુકાબલાની ટિકિટ ખૂબ જ મોંઘી હતી.

ઓનલાઇન વેબસાઇટ પરતો ઈન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાન (ICC World Cup 2024) મેચની એક ટિકિટની કિંમત 174,400 અમેરિકન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે રૂ. 1.46 કરોડ પહોંચી ગઈ હતી. જો કે તે વચ્ચે ચર્ચા છે તે પાકિસ્તાનના એક ફૅનની જેણે મોંઘી ટિકિટ ખરીદવા પોતાનો ટ્રેકટર પણ વેચી દીધો, પણ ભારત સામે પાકિસ્તાનની હાર થતાં તે ખૂબ જ નિરાશ અને નારાજ થયો હતો. આ સાથે તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમની નિંદા પણ કરી હતી.

mumbai news cricket news mumbai sports news sports t20 world cup