30 September, 2023 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉત (ફાઈલ તસવીર)
Covid Centre Scam Sanjay Raut: શિવસેના-યૂબીટી જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉત માટે નવી મુશ્ક્લી ઊભી થઈ છે. મુંબઈના કોવિડ સેન્ટર સ્કેમમાં સંજય રાઉતના નિકટના શખ્સનું નામ આવી રહ્યું છે. ઈડીએ પોતાની ચાર્જશીટમાં આનો ઉલ્લેખ કર્યો છે.
મુંબઈના કોવિડ સેન્ટર સ્કેમમાં સંજય રાઉતની નિકટના શખ્સનું નામ આવી રહ્યું છે. ઈડીએ પોતાની ચાર્જશીટમાં આનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રમાણે સંજય રાઉત શિવસેના (યૂબીટી)ના કહેવાતા નજીકના સહયોગી વેપારી સુજીત પાટકરે મુંબઈમાં જમ્બો કોવિડ-19 કેન્દ્ર ચલાવવા માટે પોતાની પાર્ટનર કંપનીને એક કૉન્ટ્રેક્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ઈડી પ્રમાણે, પાટકર રાજનૈતિક નિકટતાને કારમે આ કેન્દ્રો માટે અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી એકઠી કરવામાં સફળ રહ્યા. ત્યાર બાદ તેમના ગુનાની કુલ કમાણી 32.44 કરોડ રૂપિયામાંથી 2.81 કરોડ રૂપિયા તેમના પર્સનલ બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.
બેની થઈ ધરપકડ
Covid Centre Scam Sanjay Raut: સુજીત પાટકર સિવાય ચાર્જશીટમાં લાઈફલાઈન હૉસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસિસ, તેમના ત્રણ સહભાગીઓ અને દહિસર જમ્બો કોવિડ સેન્ટર ડીન ડૉક્ટર કિશોર બિસૂરેના પણ નામ છે. કેસમાં પાટકર અને બિસૂરેને પહેલાથી જ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને બન્ને જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. ઈડીની ચાર્જશીટ પ્રમાણે, લાઈફલાઈન હૉસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસિસના પ્રમુખ ભાગીદારોમાંથી એક પાટકરે ફર્મના ગઠન સમયે ફક્ચ 12,500 રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. આરોપનામામાં કહેવામાં આવ્યું કે પાટકર ક્રાઈમ ગતિવિધિઓમાં સંપડાયેલા હતા. તેમણે અન્ય આરોપી ભાગીદારો અને બીએમસીના અધિકારીઓ સાથે મળીને ષડયંત્ર રચ્યું અને કૉન્ટ્રેક્ટ હાંસલ કરવામાં સફળ રહ્યા.
સંપર્કનો ઉઠાવ્યો ફાયદો
Covid Centre Scam Sanjay Raut: આરોપનામામાં કહેવામાં આવ્યું છે કે રાજનૈતિક નિકટતા અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી એકઠી કરવામાં સફળ રહ્યા. ત્યાર બાદ તેમણે અધિકારીઓ પાસેથી અરજી મેળવવા માટે ફર્મની સ્થાપના કરી. ઈડીની ચાર્જશીટ પ્રમાણે પાટકર બીએમસી અધિકારીઓ સાથે સંપર્કમાં રહેતા હતા. તેમણે દહિસર અને વરળીમાં જમ્બો કોવિડ સુવિધા માટે જનશક્તિ પૂરવઠાના અનુબંધને લાઈફલાઈન મેનેજમેન્ટ સર્વિસિસને આપવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઈડીની ચાર્જશીટમાં આગળ કહેવામાં આવ્યું કે આરોપી ભાગીદારોએ અયોગ્ય વ્યક્તિગત નાણાંકીય લાભ માટે, દહિસર અને વરળી જમ્બો કોવિડ સુવિધાઓમાં ઓછા કર્મચારીઓ તૈનાત કરવાની યોજના ઘડી.
જોખમમાં પડ્યા હતા દર્દીઓના જીવ
પોતાની યોજના પ્રમાણે, તેમણે ઉપરોક્ત જમ્બો કોવિડ કેન્દ્રોમાં તૈનાત પોતાના કર્મચારીઓને નિર્દેશ આપ્યા કે તે નાગરિક નિકાય પ્રમાણે ડુપ્લિકેટ હાજરી રેકૉર્ડ બનાવ્યા. યોજના પ્રમાણે અહીં તૈનાત મેડિકલ સ્ટાફની સંખ્યા આટલી ઓછી હતી કે કોવિડ દર્દીઓના જીવ જોખમમાં પડ્યા. આમાં દાવો કરવામાં આવ્યો છે કે આરોપીઓએ દહિસર જમ્બો કોવિડ સુવિધા માટે ડુપ્લિકેટ અને જાતે બનાવેલા હાજરી પત્ર અને સંબંધિત રેકૉર્ડ પ્રસ્તુત કર્યા હતા. જ્યારે વરળી કેન્દ્ર સંબંધે, કોઈપણ અટેન્ડેન્સ ડેટા અને કર્મચારીઓના રેકૉર્ડ વગર નગર નિકાયને ચલાન જમા કરવામાં આવ્યા હતા.