Mumbai કોવિડ સેન્ટર સ્કેમમાં આરોપીએ લીધું સંજય રાઉતનું નામ

02 October, 2023 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ કોવિડ સેન્ટર સ્કેમમાં આરોપી સુજીત પાટકરે પ્રવર્તન નિદેશાલય (ઈડી)ને આપેલા પોતાના નિવેદનમાં મહત્વનો ખુલાસો કર્યો છે. આ નિવેદન એ આરોપનામાનો ભાગ છે જેમાં ખુલાસો કર્યો છે

સંજય રાઉત (ફાઈલ તસવીર)

Mumbai Covid Center Scam: કોવિડ સેન્ટર સ્કેમમાં આરોપી સુજીત પાટકરે પ્રવર્તન નિદેશાલય (ઈડી)ને આપેલા પોતાના નિવેદનમાં મહત્વનો ખુલાસો કર્યો છે. આ નિવેદન એ આરોપનામાનો ભાગ છે જેમાં ખુલાસો કર્યો છે કે પાટકરે બીએમસીના તત્કાલીન અપર અધિકારી સંજીવ જાયસવાલને મળવા માટે પોતાના નજીકના મિત્ર શિવસેના યૂબીટી નેતા અને સાંસદ સંજય રાઉતના નામનો ઉપયોગ કર્યો હતો.

પાટકરે પોતાના નિવેદનમાં કહ્યું કે કારણકે જાયસવાલ હાજર નહોતા, આથી તેમણે કોવિડ કેન્દ્રોના જનશક્તિ અનુબંધ (મેનપાવર કૉન્ટ્રેક્ટ્સ) માટે અરજી કરતા પહેલા પોતાની ઑફિસમાં તેમને મળવા માટે સંજય રાઉતના નામનો ઉપયોગ કર્યો હતો.

જમ્બો સેન્ટર્સ ચલાવવાનો મળ્યો હતો કૉન્ટ્રેક્ટ
Mumbai Covid Center Scam: પાટર્સ લાઈફલાઈન હૉસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસિસે વરળી કોવિડ જમ્બો સેન્ટર અને દહિસર કોવિડ જમ્બો સેન્ટર્સમાં મેનપાવરની સપ્લાયનું કૉન્ટ્રેક્ટ હાંસલ કરી લીધો. ઈડીની તપાસથી ખબર પડી છે કે બન્ને કેન્દ્રો પર પાટકર અને તેમના સહયોગીઓએ બીએમસીના માનદંડોના ઉલટ જરૂરિયાતના ફક્ત 40 ટકા કર્મચારીઓને તૈનાત કર્યા હતા, પણ બિલ સો ટકા કર્મચારીઓના જમા કર્યા હતા. તેમાં એ સમયના બિલ પણ જમા કરાવ્યા હચા જ્યારે તાઉતે સાઇક્લોનને કારણે આ સેન્ટર બંધ હતા.

દર્દીઓનું જીવ જોખમમાં
આ મામલો બીએમસીના એક અધિકારીએ ઊઠાવ્યો હતો, જેમણે પોાના વરિષ્ઠ અધિકારીઓ સામે આ મુદ્દો ઉઠાવ્યો પણ કોઈએ ફરિયાદ પર ધ્યાન ન આપ્યું. કોવિડ સેન્ટરોમાં સ્ટાફની સંખ્યા ઓછી હોવાને કારણે ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. પાટકર રાઉતના નજીકના સહયોગી રહ્યા છે અને પાત્રા ચાલ કેસમાં ED દ્વારા તેમના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન રાઉતની પત્ની અને પાટકરની પત્નીના નામે મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા.

જણાવવાનું કે, EDની તપાસમાં સામે આવ્યું છે કે કોવિડ સેન્ટરના આ કૌભાંડમાં 2000 રૂપિયાની બોડી બેગ 6800 રૂપિયામાં ખરીદવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટ BMCના તત્કાલિન મેયરની સૂચના પર આપવામાં આવ્યો હતો. EDની તપાસમાં સામે આવ્યું છે કે BMC દ્વારા ખરીદવામાં આવેલી કોવિડ દવાઓ બજારમાં 25 થી 30 ટકા સસ્તી હતી. મતલબ કે BMCએ ખૂબ ઊંચા ભાવે કોરોના ખરીદ્યો હતો. નવાઈની વાત એ છે કે આવી નોટિસ જારી કર્યા પછી પણ BMCના વરિષ્ઠ અધિકારીઓ બેદરકારી દાખવતા હતા.

સંપર્કનો ઉઠાવ્યો ફાયદો
આરોપનામામાં કહેવામાં આવ્યું છે કે રાજનૈતિક નિકટતા અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી એકઠી કરવામાં સફળ રહ્યા. ત્યાર બાદ તેમણે અધિકારીઓ પાસેથી અરજી મેળવવા માટે ફર્મની સ્થાપના કરી. ઈડીની ચાર્જશીટ પ્રમાણે પાટકર બીએમસી અધિકારીઓ સાથે સંપર્કમાં રહેતા હતા. તેમણે દહિસર અને વરળીમાં જમ્બો કોવિડ સુવિધા માટે જનશક્તિ પૂરવઠાના અનુબંધને લાઈફલાઈન મેનેજમેન્ટ સર્વિસિસને આપવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઈડીની ચાર્જશીટમાં આગળ કહેવામાં આવ્યું કે આરોપી ભાગીદારોએ અયોગ્ય વ્યક્તિગત નાણાંકીય લાભ માટે, દહિસર અને વરળી જમ્બો કોવિડ સુવિધાઓમાં ઓછા કર્મચારીઓ તૈનાત કરવાની યોજના ઘડી.

જોખમમાં પડ્યા હતા દર્દીઓના જીવ
પોતાની યોજના પ્રમાણે, તેમણે ઉપરોક્ત જમ્બો કોવિડ કેન્દ્રોમાં તૈનાત પોતાના કર્મચારીઓને નિર્દેશ આપ્યા કે તે નાગરિક નિકાય પ્રમાણે ડુપ્લિકેટ હાજરી રેકૉર્ડ બનાવ્યા. યોજના પ્રમાણે અહીં તૈનાત મેડિકલ સ્ટાફની સંખ્યા આટલી ઓછી હતી કે કોવિડ દર્દીઓના જીવ જોખમમાં પડ્યા. આમાં દાવો કરવામાં આવ્યો છે કે આરોપીઓએ દહિસર જમ્બો કોવિડ સુવિધા માટે ડુપ્લિકેટ અને જાતે બનાવેલા હાજરી પત્ર અને સંબંધિત રેકૉર્ડ પ્રસ્તુત કર્યા હતા. જ્યારે વરળી કેન્દ્ર સંબંધે, કોઈપણ અટેન્ડેન્સ ડેટા અને કર્મચારીઓના રેકૉર્ડ વગર નગર નિકાયને ચલાન જમા કરવામાં આવ્યા હતા.

sanjay raut covid19 coronavirus mumbai news brihanmumbai municipal corporation shiv sena Mumbai