Mumbai Court: કોર્ટના નિર્ણયે પૂર્વ પત્ની સાથે તેના પાળેલાં કૂતરાને પણ કર્યો રાજી

12 July, 2023 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ કેસ મુજબ બોમ્બે કોર્ટે એક પુરુષને તેની છૂટા છેડા લીધેલી પત્નીના ત્રણ પાલતુ કૂતરાઓ માટે ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ફાઈલ તસવીર

પતિ-પત્ની વચ્ચે બ્રેક-અપ થયા પછી જે ખાલીપો અનુભવાતો હોય છે તેમાં પાળેલાં પ્રાણીઓ મોટી ભૂમિકા ભજવતા હોય છે. આ વાત તાજેતરમાં જ મુંબઈની કોર્ટે (Bombay High Court) આપેલ નિર્ણયમાં સામે આવી છે.

આ કેસ મુજબ કોર્ટે એક પુરુષને તેની છૂટા છેડા લીધેલી પત્નીના ત્રણ પાલતુ કૂતરાઓ માટે ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ એક વ્યક્તિએ 55 વર્ષીય પોતાની પત્નીને આપવામાં આવી રહેલા ભરણપોષણ ભથ્થામાં ઘટાડો કરવાની માંગ કરતી અરજી કરી હતી. જોકે, બાંદ્રા કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોમલસિંહ રાજપૂતે તેની આ અરજી નકારી કાઢી છે.  

આ અરજી મુજબ તે વ્યક્તિ જે ભરણ-પોષણ આપતો હતો પત્નીના 3 પાલતુ કૂતરાઓના ખર્ચનો પણ સમાવેશ થતો હતો. જોકે, આ વ્યક્તિની દલીલોને નકારી કાઢત મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે, "પાલતુ પ્રાણીઓ પણ સંસ્કારી જીવનશૈલીનો એક ભાગ છે. માનવી માટે તંદુરસ્ત જીવન જીવવા માટે જરૂરી છે, કારણ કે તેઓ તૂટેલા સંબંધોને કારણે ભાવનાત્મક અંતરને સાંધવાનું કામ કરે છે."

શું હતો આ કેસ?

કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે તરછોડાયેલી આ મહિલા અને તેના 3 પાલતુ કૂતરાઓ માટે ભરણપોષણની રકમ ઘટાડી શકાય એમ નથી. ઘરેલું હિંસાથી પીડિત મહિલાએ, મહિલાઓ પર થતી ઘરેલું હિંસા માટેની કલમ 12 હેઠળ દર મહિને રૂ. 70,000 ભરણપોષણની માંગણી કરી હતી. જોકે, આ મહિલાના પૂર્વ પતિએ આ ભરણપોષણની રકમ નકારતા કહ્યું હતું કે આ મહિલા તેના 3 પાલતુ કૂતરાઓના ભરણપોષણ માટે પણ રકમ માંગી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોર્ટે આ વ્યક્તિની અરજીને આંશિક રીતે મંજૂરી આપી હતી. મહિલાના પૂર્વ પતિને ભરણપોષણ તરીકે દર મહિને રૂ. 50,000 ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. મેજિસ્ટ્રેટ દ્વારા એ હકીકતને ધ્યાનમાં લેવામાં આવી હતી કે બંને પક્ષો મજબૂત નાણાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા હતાં. પતિએ એવો દાવો કર્યો હતો કે તેને તેના વ્યવસાયમાં નુકસાન થયું છે. 

જોકે, આ નુકસાન બાબતના કોઈ જ પુરાવા મળ્યા નહોતા. ઉપરાંત અદાલતને લાગ્યું કે પત્નીને આપવામાં આવતી ભથ્થાની રકમ તેની જીવનશૈલી અને અન્ય જરૂરિયાતોને અનુરૂપ છે. આ કપલે 1986માં ભારતના અન્ય શહેરમાં લગ્ન કર્યા હતા. તેમની બે દીકરીઓ છે જે વિદેશમાં સ્થાયી છે. પરંતુ 2021માં પતિ-પત્ની વચ્ચે મતભેદો થતાં પતિએ ભરણપોષણ ભથ્થું અને અન્ય સુવિધાઓની ખાતરી આપીને પત્નીને મુંબઈ મોકલી દીધી હતી. બાદમાં પત્નીએ આરોપ લગાવ્યો કે તેના પતિએ પોતાનું વચન પાળ્યું નથી. તે ઘરેલુ હિંસા કરતો હતો.

મહિલા દ્વારા પોતાની પાસે આવકનો કોઈ સ્ત્રોત ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. મહિલાના દાવા મુજબ તે નાદુરસ્ત તબિયતથી પીડાતી હતી અને તેના ત્રણ કૂતરાઓ પર તેની પર જ નિર્ભર હતા.

bombay high court mumbai high court mumbai news mumbai