midday

મુંબઈ: ચાર મહિનાના બાળકને ચાર લાખ રૂપિયામાં વેચી દેવાયું!

18 November, 2020 07:33 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: ચાર મહિનાના બાળકને ચાર લાખ રૂપિયામાં વેચી દેવાયું!
પોલીસે આરોપી પાસેથી મુક્ત કરાયેલા બાળકને તેની માતાને સોંપ્યું હતું.

પોલીસે આરોપી પાસેથી મુક્ત કરાયેલા બાળકને તેની માતાને સોંપ્યું હતું.

જુહુથી માત્ર ચાર મહિનાના બાળકનું અપહરણ કરીને તેને તેલંગણ રાજ્યમાં ૪ લાખ રૂપિયામાં વેચી દેનાર આરોપી ત્રિપુટીને જુહુ પોલીસે તંલગણ જઈ ઝડપી લીધી છે અને એ બાળકને સુખરૂપ છોડાવી લીધું છે.

બાળકના અપહરણની આ ઘટના જુહુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૧ નવેમ્બરે બુધવારે બની હતી. ગરીબ પરિવારના એ બાળકને તેનો પરિવાર સૂતો હતો ત્યાંથી ચૂપચાપ ઉપાડી લઈને તેનું અપહરણ કરાયું હતું. પરિવારે પહેલાં બાળકની શોધખોળ કરી હતી, પણ ક્યાંય ન મળતાં જુહુ પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

જુહુના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પંઢરીનાથ વાહ્‍વળની દેરવણી હેઠળ એ બાળકને શોધી કાઢવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમના અધિકારીઓએ સીસીટીવી કૅમેરા ફુટેજની ચકાસણી કરી હતી અને ત્યાર બાદ ખબરી નેટવર્કનો સહારો લઈ તપાસ શરૂ કરી હતી. એ તપાસ અંતર્ગત મળેલી માહિતીના આધારે સપ્રુનગર જિલ્લામાં બોગીર, નાલગોંડામાંથી મંગળવારે ત્રણ આરોપીને ઝડપી લઈ બાળકને બચાવી લેવાયું હતું. આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે બાળકને તેમણે ૪ લાખ રૂપિયામાં વેચ્યું હતું. આરોપીઓ સામે જુહુ પોલીસે ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. જુહુ પોલીસની આ ઝડપી કાર્યવાહીને ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી હતી.

mumbai mumbai news juhu Crime News mumbai crime news mumbai police