કાલે કોસ્ટલ રોડ બાંદરા-વરલી સી-લિન્કને જોડતા નૉર્થ તરફના રસ્તાનું લોકાર્પણ કરાશે

25 January, 2025 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અને વરલી-બાંદરા સી-લિન્કને જોડતા નૉર્થ બાજુના રસ્તાનું લોકાર્પણ આવતી કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કરશે. આથી ૨૭ જાન્યુઆરીથી વરલી-બાંદરા સી-લિન્કથી ડાયરેક્ટ કોસ્ટલ રોડ પર જઈ શકાશે.

બાંદરા-વરલી સી-લિન્કને જોડતા બીજા કનેક્ટરનો તૈયાર થઈ ગયેલો રસ્તો.

મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અને વરલી-બાંદરા સી-લિન્કને જોડતા નૉર્થ બાજુના રસ્તાનું લોકાર્પણ આવતી કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કરશે. આથી ૨૭ જાન્યુઆરીથી વરલી-બાંદરા સી-લિન્કથી ડાયરેક્ટ કોસ્ટલ રોડ પર જઈ શકાશે. આ સાથે જ વરલી, પ્રભાદેવી, લોઅર પરેલ અને લોટસ જંક્શન સહિતના કનેક્ટિંગ રસ્તા પણ શરૂ થઈ જશે.

ગયા વર્ષે બાંદરા-વરલી સી લિન્ક દ્વારા કોસ્ટલ રોડને કનેક્ટ કરવામાં આવ્યા બાદ બાંદરાથી મરીન ડ્રાઇવ વાહનમાર્ગે સડસડાટ જઈ શકાય છે. આવી જ રીતે હવે કોસ્ટલ રોડને વરલી-બાંદરા સી-લિન્કને કનેક્ટ કરવાથી મરીન ડ્રાઇવથી બાંદરા સુધી સરળતાથી પહોંચી શકાશે.

mumbai news Mumbai Coastal Road bandra worli sea link mumbai