Mumbai : બેલાપુર-પનવેલ વચ્ચે દોડતી લોકલ ટ્રેનો અચાનક રદ, મુંબઈકર અટવાયાં!

05 October, 2023 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai : મધ્ય રેલવે તરફથી સૂચના આપવામાં આવી છે કે લોકલ ટ્રેન માત્ર થાણેથી બેલાપુર સુધી જ દોડશે. બેલાપુરથી પનવેલ ટ્રાન્સ હાર્બર લોકલ ચાલશે નહીં. અચાનકથી લોકલ રદ થવાથી મુસાફરોમાં ભારે મૂંઝવણ થઈ ગઈ હતી.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ (Mumbai)માં હાર્બર લોકલ રુટ પર છેલ્લા કેટલાક સમયથી ગડબડ ચાલી રહી છે જેને કારણે મુસાફરોને ઘણી જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ સાથે જ સ્ટેશન પર એવી સૂચના આપવામાં આવી છે કે બેલાપુરથી પનવેલ ટ્રાન્સ હાર્બર લોકલ ચાલશે નહીં. 

એવી પણ સૂચના આપવામાં આવી છે કે મુંબઈ (Mumbai) લોકલ ટ્રેન માત્ર થાણેથી બેલાપુર સુધી જ દોડશે. અચાનકથી લોકલ રદ થવાથી મુસાફરોમાં ભારે મૂંઝવણ થઈ ગઈ હતી. અને આ જ કારણોસર મુસાફરોમાં અફરાતફરીનો પણ માહોલ સર્જાઇ ગયો હતો. એવી માહિતી સામે આવી રહી છે કે ટ્રાન્સ હાર્બર લોકલ માત્ર થાણેથી બેલાપુર સુધી જ દોડશે. છેલ્લા કેટલાક દિવસોથી રેલવે તરફથી આવા નિયમો સામે આવી રહ્યા છે. 

આ સાથે જ પનવેલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બદલી દેવામાં આવ્યા છે એ વાતનો પણ કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 38 કલાકના મેગાબલોકના વિસ્તરણ મુદે પણ કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

મધ્ય રેલવેએ ગુરુવારે સવારે મુંબઈ (Mumbai) નજીક આવેલા બેલાપુર અને પનવેલ સ્ટેશનો વચ્ચેની ટ્રાન્સ-હાર્બર લાઇન પર લોકલ ટ્રેનની કામગીરી સ્થગિત કરી દીધી હતી. કારણ કે રાત્રિના બ્લોક દરમિયાન નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા હતા એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

બેલાપુર (નવી મુંબઈ) અને પનવેલ (રાયગઢ) વચ્ચે ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી (ટ્રાન્સ-હાર્બર લાઇન પર) ટ્રેનો દોડાવવામાં આવશે નહીં એમ મધ્ય રેલવે (CR)એ જણાવ્યું હતું. કેટલાક મુસાફરો અને ઓફિસ જનારાઓએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓને બેલાપુર અને પનવેલ સ્ટેશનો વચ્ચે હાર્બર લાઇનની ટ્રેનો લેવાની ફરજ પડી હતી, જે લગભગ 15 મિનિટ મોડી ચાલી રહી છે. 

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. શિવરાજ માનસપુરેએ આ વાતની પુષ્ટિ કરી હતી કે મુંબઈની ટ્રાન્સ-હાર્બર લાઇન પરની ઉપનગરીય સેવાઓ બેલાપુર-પનવેલ વચ્ચે "બ્લોક બર્સ્ટ" (બ્લોક સમયગાળા દરમિયાન નિર્ધારિત કાર્ય પૂર્ણ ન થવાને કારણે) સ્થગિત કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે "યાર્ડ રિમોડેલિંગના કામને કારણે પનવેલમાં ચાલી રહેલા કેટલાક સ્પીડ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને પનવેલમાં બંચિંગ ટાળવા માટે આજે સવારે 11 વાગ્યા સુધી બેલાપુર અને પનવેલ વચ્ચે ટ્રાન્સ-હાર્બર લોકલ દોડશે નહીં”

મધ્ય રેલ્વે પનવેલ EMU સ્ટેબલિંગ સાઇડિંગ્સ પર પોસ્ટ-કમિશનિંગ કામ માટે 2 અને 3 ઓક્ટોબરની મધ્યરાત્રિથી શરૂ કરીને સવારે 3 વાગ્યાથી સવારે 5.30 વાગ્યા સુધી પાંચ દિવસના મધ્યરાત્રિ બ્લોકનું સંચાલન કરી રહી હતી. એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજી વખત છે કે બ્લોક બર્સ્ટને કારણે મુંબઈકરો (Mumbai)ને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

 

 

trans-harbour central railway belapur panvel thane mumbai news mumbai local train mumbai