`ગેંગસ્ટર અબુ સાલેમને મુકત કરવો જ પડશે` આ અંગે સુપ્રીમ કોર્ટ શું કહ્યું સરકારને

11 July, 2022 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વર્ષ 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના દોષી ગેંગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત આપવામાં આવી નથી.

અબુ સાલેમ

વર્ષ 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના દોષી ગેંગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત આપવામાં આવી નથી. કોર્ટે સરકારને કહ્યું કે તે 25 વર્ષની સજા પુરી કર્યા બાદ આ અંગે નિર્ણય કરે. દોષી અબુ સાલેમ હવે 2027 સુધી જેલમાંથી મુક્ત થઈ શકશે નહીં. 2020માં તેમને જામીન મળી શકે તેમ છે, ત્યાં સુધી તેમણે જેલમાં જ રહેવું પડશે. 

સાલેમે અરજી કરી માંગ કરી હતી કે વર્ષ 2027માં 25 વર્ષની સજા પુર્ણ થશે, માટે તેને જામીન આપવામાં આવે. પોર્ટુગલથી પ્રત્યાર્પણ સમયે આપેલા વચનો પૂરા કરવાની માગણી સાથે સાલેમે આજીવન કેદની સજા પૂરી થવા પર તેની મુક્તિની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આજીવન કેદની સજા આપનારી કોર્ટ સરકાર દ્વારા પ્રત્યાર્પણ સમયે બીજા દેશને આપેલા વચનથી બંધાયેલી નથી. પોર્ટુગલમાં ત્રણ વર્ષની અટકાયત આ સજાનો ભાગ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રત્યાર્પણ 2005માં થયું હતું. સરકારે 25 વર્ષની જેલ પૂરી થવા પર નિર્ણય લેવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે સોમવારે સાલેમની અરજી પર પોતાનો ચુકાદો આપતા કહ્યું કે કેન્દ્ર પોર્ટુગલને આપેલા વચનનું સન્માન કરવા અને 1993ના મુંબઈ વિસ્ફોટ કેસમાં 25 વર્ષની સજા પૂરી થયા બાદ ગેંગસ્ટર અબુ સાલેમને મુક્ત કરવા માટે બંધાયેલ છે. જસ્ટિસ એસકે કૌલ અને એમએમ સુંદરેશની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર બંધારણની કલમ 72 હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરવા અને સજા પૂરી થવા પર રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે બંધાયેલી છે. સાલેમની સજા માટે જરૂરી દસ્તાવેજો 25 વર્ષ પૂરા થયાના એક મહિનામાં રાષ્ટ્રપતિને મોકલવા જોઈએ. સરકાર ઈચ્છે તો 25 વર્ષની કેદની તારીખથી એક મહિનાની અંદર CrPC હેઠળ મુક્તિના અધિકારનો ઉપયોગ કરી શકે છે.

25 ફેબ્રુઆરી, 2015ના રોજ, મુંબઈ સ્થિત બિલ્ડર પ્રદીપ જૈન અને તેના ડ્રાઈવર મહેંદી હસનની 1995ની હત્યા માટે સ્પેશિયલ ટાડા કોર્ટે સાલેમને આજીવન કેદની સજા ફટકારી હતી. 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના દોષિત સાલેમને લાંબી કાનૂની લડાઈ બાદ 11 નવેમ્બર, 2005ના રોજ પોર્ટુગલમાંથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.

mumbai news supreme court