પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીના ઉપયોગ બદલનો દંડ ઓછો થવાની શક્યતા

05 January, 2025 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવતી હોવા ઉપરાંત પ્રતિબંધ હોવા છતાં મુંબઈમાં પ્લાસ્ટિકની થેલીઓના વેચાણ અને વપરાશમાં ઘટાડો નથી થતો

પ્રતિબંધ હોવા છતાં મુંબઈમાં પ્લાસ્ટિકની થેલીઓના વેચાણ અને વપરાશમાં ઘટાડો નથી થતો.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવતી હોવા ઉપરાંત પ્રતિબંધ હોવા છતાં મુંબઈમાં પ્લાસ્ટિકની થેલીઓના વેચાણ અને વપરાશમાં ઘટાડો નથી થતો. પર્યાવરણ માટે અત્યંત જોખમી એવી પ્લાસ્ટિકની થેલીઓના વપરાશને નાબૂદ કરવા માટે હવે BMCએ પ્લાસ્ટિકની થેલીઓ બનાવનારા, સ્ટૉક કરનારા, સપ્લાયરો અને વેચનારાઓની સાથે-સાથે આવી થેલીઓનો ઉપયોગ કરતા લોકો સામે પણ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલી સાથે પકડનારાને પહેલી વખત ૫૦૦૦ રૂપિયા અને બીજી વખત ૧૦,૦૦૦ રૂપિયાથી ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ કરવાની સાથે ત્રણ મહિનાની જેલની સજા કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જોકે BMCના અધિકારીઓ માને છે કે આવા દંડની અમજબજાવણી કરવામાં મુશ્કેલી થઈ શકે છે. બીજું, પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરનારા સામાન્ય લોકો માટેની દંડની રકમમાં ઘટાડો કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. દંડની રકમમાં ફેરફાર કરવાનો ડ્રાફ્ટ BMCના કમિશનરને મોકલવામાં આવશે. એ પછ‌ી ફાઇનલ ડ્રાફ્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

brihanmumbai municipal corporation news mumbai mumbai news environment