પ્રૉપર્ટી ટૅક્સ ન ભરવા બદલ BMCએ ૩૬૦૫ મિલકત જપ્ત અથવા અટૅચ કરી

26 November, 2024 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિલકતોમાં જમીન, રેસિડેન્શિયલ અને કમર્શિયલ મકાનો તથા ઇન્ડસ્ટ્રિયલ યુનિટ્સનો સમાવેશ થાય છે. આ તમામ પ્રૉપર્ટીને ૧ એપ્રિલથી ૨૫ નવેમ્બરની વચ્ચે જપ્ત અથવા તો અટૅચ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રૉપર્ટી ટૅક્સ ન ભરવા બદલ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૩૬૦૫ મિલકતો જપ્ત અથવા તો અટૅચ કરી છે. એમાં સૌથી વધારે ૧૭૬૭ પ્રૉપર્ટી વેસ્ટર્ન સબર્બ્સની, ૧૨૩૨ મિલકતો શહેરની અને ૬૦૬ પ્રૉપર્ટી ઈસ્ટર્ન સબર્બ્સની છે. આ મિલકતોમાં જમીન, રેસિડેન્શિયલ અને કમર્શિયલ મકાનો તથા ઇન્ડસ્ટ્રિયલ યુનિટ્સનો સમાવેશ થાય છે. આ તમામ પ્રૉપર્ટીને ૧ એપ્રિલથી ૨૫ નવેમ્બરની વચ્ચે જપ્ત અથવા તો અટૅચ કરવામાં આવી છે.

BMCએ આ મિલકતના માલિકો પાસેથી ૧૬૭૨ કરોડ રૂપિયા લેવાના નીકળે છે પણ એમાંથી અત્યાર સુધી ૨૧૮.૯૬ કરોડ રૂપિયા વસૂલ કરી શક્યું છે. આ વર્ષે BMCએ પ્રૉપર્ટી ટૅક્સ પેટે ૬૨૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.

brihanmumbai municipal corporation property tax mumbai news mumbai news