27 November, 2024 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
CSMTના સબવેમાં જેટ સીલિંગ ફૅન
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ને અડીને આવેલા સબવેમાં દરરોજ હજારો લોકોની અવરજવર થાય છે. સબવેમાં હવાની યોગ્ય રીતે અવરજવર થઈ શકે અને વાતાવરણ ઠંડું રહે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને ૯ જેટ સીલિંગ ફૅન લગાવ્યા છે. સબવેના એન્ટ્રી પૉઇન્ટ, વચ્ચેના ભાગ અને બહાર નીકળવાના ભાગમાં આ ફૅન લગાવવામાં આવ્યા છે. આગ લાગવાની ઘટનામાં આ ફૅન વધુ સક્રિય થઈને ધુમાડાને બહાર ફેંકવામાં પણ મદદરૂપ થશે એવો દાવો કરવામાં આવ્યો છે.