કોવિડ સેન્ટર ગોટાળામાં પૂછપરછ માટે ED ઑફિસ પહોંચ્યા BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલ

16 January, 2023 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BMC આયુક્ત, ઈકબાલ સિંહ ચહલ કહેવાતી રીતે કોવિડ-19 કેન્દ્ર ગોટાળા સંબંધે પૂછપરછ માટે મુંબઈમાં પ્રવર્તન નિદેશાલયની ઑફિસે પહોંચ્યા છે. જણાવવાનું કે 15 જાન્યુઆરીએ ઈડીએ ઇકબાલ સિંહ ચહલને સમન પાઠવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

BMC આયુક્ત, ઈકબાલ સિંહ ચહલ (Iqbal Singh Chahal) કહેવાતી રીતે કોવિડ-19 કેન્દ્ર ગોટાળા સંબંધે પૂછપરછ માટે મુંબઈમાં પ્રવર્તન નિદેશાલયની ઑફિસે પહોંચ્યા છે. જણાવવાનું કે 15 જાન્યુઆરીએ ઈડીએ ઇકબાલ સિંહ ચહલને સમન પાઠવ્યા હતા. તેમણે સોમવારે એટલે કે આજે પૂછપરછ માટે હાજર થવાનું હતું. 

કોવિડ સેન્ટર ગોટાળા મામલે થશે પૂછપરછ
જણાવવાનું ઇકબાલ સિંહ ચહલને ઈડી દ્વારા આ સમન કહેવાતી રીતે કોવિડ સેન્ટર ગોટાળા મામલે મોકલવામાં આવ્યા છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કોરોના કાળમાં કોરોના સેન્ટરમાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સ ખરીદવા મામલે ગોટાળાનો આરોપ મૂક્યો હતો.

શું છે કોવિડ સેન્ટર ગોટાળો?
100 કરોડના કહેવાતા કોવિડ સેન્ટર ગોટાળામાં પૂછપરછ માટે BMC કમિશનર ઇકબાલ ચહલની પૂછપરછ કરવામાં આવી રહી છે. ચહલ પર આરોપ છે કે તેણે કોવિડ સેન્ટરના કૉન્ટ્રેક્ટ બેનામી કંપનીઓને આપ્યા હતા. કોરોના કાળ દરમિયાન બીએમસીએ કોવિડ સેન્ટરમાં મેડિકલ સર્વિસ માટે અનેક બહારની કંપનીઓને કૉન્ટ્રેક્ટ આપ્યો હતો. આમાં સૌથી વધારે કંપનીઓને મેડિકલ ફિલ્ડનો કોઈ અનુભવ નહોતો, તેમ છતાં તેમને કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો. આ ગોટાળો 100 કરોડ રૂપિયાનો હતો.

આ પણ વાંચો : કૉલેજિયમમાં સરકારના લોકોને પણ મળે એન્ટ્રી, કિરન રિજિજૂએ ફરી ઊઠાવ્યો મુદ્દો

BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલ કહેવાતા કોવિડ-19 કેન્દ્ર ગોટટાળાના સંબંધે પૂછપરછ માટે મુંબઈમાં પ્રવર્તન નિદેશાલયની ઑફિસે પહોંચ્યા. જણાવવાનું કે 15 જાન્યુઆરીના ઈડીએ પૂછપરછ માટે ઈકબાલ સિંહ ચહલને સમન પાઠવ્યા હતા.

whats on mumbai mumbai news brihanmumbai municipal corporation Mumbai directorate of enforcement