27 May, 2019 01:02 PM IST | મુંબઈ | રૂપસા ચક્રવર્તી
બ્લડ-બૅન્ક
રાજ્યની તમામ બ્લડ-બૅન્કોને તેમનો બ્લડ સ્ટૉક ઈ-રક્તકોષ વેબસાઇટ પર અપલોડ કરવાની સૂચના આપતાં રાજ્યની બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે ઈ-રક્તકોષ વેબસાઇટ પર બ્લડનો સ્ટૉક અપડેટ ન કરનારી મુંબઈની બ્લડ-બૅન્કોનું લાઇસન્સ રદ કરવાની ચીમકી આપી છે. ઇમર્જન્સી વખતે પેશન્ટ્સ તેમ જ તેમનાં સગાંઓને લોહી મેળવવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી લોહીની ઉપલબ્ધતા વિશે માહિતી મળી રહે એ હેતુથી સરકારે ૨૦૧૬માં ઈ-રક્તકોષ ર્પોટલ શરૂ કર્યું હતું. જોકે અત્યાર સુધીમાં માત્ર ૫૦ ટકા બ્લડ-બૅન્કોએ તેમનો બ્લડ સ્ટૉક વેબસાઇટ પર અપલોડ કર્યો છે.
આ પણ વાંચો : મુંબઈ: કામાઠીપુરાનાં કૂટણખાનાંમાંથી 141 મહિલાઓનો છુટકારો કરાયો
ઈ-રક્તકોષ ર્પોટલ એક વેબ આધારિત મેકૅનિઝમ છે જેમાં રાજ્યની તમામ બ્લડ- બૅન્કોને સંકલિત કરાશે. ગૂગલ સ્ટોર, આઇઓએસ સેટોર અને વિન્ડોઝના સ્ટોર પર ઉપલબ્ધ ઈ-રક્તકોષના મોબાઇલ વર્ઝનમાં નજીકની બ્લડ-બૅન્ક, વિવિધ બ્લડ ગ્રુપના બ્લડની ઉપલબ્ધતા, બ્લડ-બૅન્કની સેવાઓની અપડેટ તેમ જ ડોનર્સની યાદી અને સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન કરવા જેવી બાબતો સમાવિષ્ટ હશે. સ્ટૉક અપલોડ નહીં કરે તો લાઇસન્સ રદ કરાશે.