midday

૧૭ ઑક્ટોબરે સવારે ૧૧થી સાંજે પાંચ વાગ્યા સુધી ૬ કલાક માટે મુંબઈ ઍરપોર્ટ બંધ રહેશે

05 October, 2024 08:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સંબંધની સૂચના વિવિધ ઍરલાઇન્સને ૬ મહિના અગાઉથી આપી દેવામાં આવી હતી.
મુંબઈ એરપોર્ટ

મુંબઈ એરપોર્ટ

ઍરપોર્ટ પર મૉન્સૂન બાદની કામગીરી હાથ ધરવામાં આવવાની હોવાથી ૧૭ ઑક્ટોબરે ૬ કલાક માટે ઍરપોર્ટ પર ફ્લાઇટ ઑપરેશન્સ બંધ રાખવામાં આવશે એમ મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડે જણાવ્યું હતું. સવારે ૧૧થી સાંજે પાંચ વાગ્યા સુધી બેઉ રનવે પર કામકાજ હાથ ધરવામાં આવશે એથી એક પણ ફ્લાઇટ ઊતરશે કે ઊપડી શકશે નહીં. આ સંબંધની સૂચના વિવિધ ઍરલાઇન્સને ૬ મહિના અગાઉથી આપી દેવામાં આવી હતી.

Whatsapp-channel
mumbai news mumbai mumbai airport chhatrapati shivaji international airport