09 May, 2024 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
જો તમે મુંબઈ (Mumbai) માં રહો છો અને આજે એટલે કે ૯ મે ગુરુવારના રોજ ક્યાંક ફરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. આજે ગુરુવારે ૯ મેના રોજ મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર વિમાનનું લેન્ડિંગ અને ટેકઓફ લગભગ છ કલાક માટે સંપૂર્ણપણે બંધ રહેશે. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ (Chhatrapati Shivaji Maharaj International Airport, Mumbai - CSMIA) એ કહ્યું કે ચોમાસાના પ્રથમ સમારકામને ધ્યાનમાં રાખીને મુંબઈ એરપોર્ટના બંને રનવે ૯ મે ૨૦૨૪ના રોજ છ કલાક માટે બંધ કરવામાં આવશે. આજે સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી મુંબઈ એરપોર્ટના બન્ને રનવે બંધ રહેશે.
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) ની મોનસૂન આકસ્મિક યોજના (Monsoon Contingency Plan) હેઠળ બંને રનવે - RWY 09/27 અને 14/32-પ્રી-મોનસૂન જાળવણી માટે કામચલાઉ ધોરણે બંધ રહેશે. આ દરમિયાન સમારકામ ચાલી રહ્યું છે.
એક પ્રેસ નોટમાં CSMIAએ જણાવ્યું છે કે, એરપોર્ટનો રનવે ૯ મેના રોજ સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી બંધ રહેશે, ત્યારબાદ એરપોર્ટ પર ફ્લાઇટની કામગીરી પહેલાની જેમ સંપૂર્ણપણે સામાન્ય રહેશે.
તમને જણાવી દઈએ કે, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને અને હવાઇમથક પર વિમાનની સતત કામગીરી જાળવવા માટે, દર વર્ષે રનવેને અસ્થાયી ધોરણે બંધ કરીને સમારકામ કરવામાં આવે છે. રનવે જાળવણી કાર્યમાં નિષ્ણાતો સામેલ હોય છે જેઓ માઇક્રોટેક્સચર અને મેક્રો ટેક્સચર માટે રનવેની સપાટીનું નજીકથી નિરીક્ષણ કરે છે અને જુએ છે કે રોજિંદા કામગીરીને કારણે રનવે પર કોઈ ખામી છે કે કેમ. આ તપાસ કર્યા પછી સુધારવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈ એરપોર્ટ રનવે જાળવણી યોજના એરલાઇન્સ અને ઉડ્ડયન સત્તાવાળાઓ સહિત તેના વિવિધ હિતધારકોના સહયોગથી તૈયાર કરવામાં આવી છે.
ચોમાસા પહેલાની જાળવણી હાથ ધરવામાં આવી રહી છે
મુંબઈ એરપોર્ટની જાળવણીનું કામ ચોમાસા પહેલા કરવામાં આવી રહ્યું છે જેથી વરસાદની મોસમમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય.
ઇન્ડિગોએ જાહેર કરી એડવાઇઝરી
CSMIAના આદેશ બાદ મુસાફરોને એક એડવાઇઝરીમાં ઇન્ડિગો (Indigo) એ જણાવ્યું હતું કે, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે ૯ મે, ૨૦૨૪ ના રોજ સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી જાળવણી કાર્ય માટે બંધ રહેશે.
ક્યારે બંધ રહેશે એરપોર્ટ?
એક પ્રેસ નોટમાં CSMIAએ કહ્યું કે, મુંબઈ એરપોર્ટનો રનવે ૯ મેના રોજ સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી બંધ રહેશે, ત્યારબાદ એરપોર્ટ પર ફ્લાઇટની કામગીરી પહેલાની જેમ સંપૂર્ણપણે સામાન્ય રહેશે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને અને હવાઇમથક પર વિમાનની સતત કામગીરી જાળવવા માટે, દર વર્ષે રનવેને અસ્થાયી ધોરણે બંધ કરીને સમારકામ કરવામાં આવે છે.