મુંબઈ ઍરપોર્ટ પર નવેમ્બર ૨૦૨૩ની સરખામણીમાં નવેમ્બર ૨૦૨૪માં પૅસેન્જર ટ્રાફિકમાં ૬.૬ ટકાની વૃદ્ધિ

19 December, 2024 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ ટ્રાફિકમાં ગયા મહિનામાં ૧૦.૩૭ લાખ મુસાફરોની સાથે નવેમ્બર ૨૦૨૩ની સરખામણીમાં ૮.૧ ટકાનો વધારો થયો હતો

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની ફાઈલ તસવીર

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે એમણે મુંબઈ ઍરપોર્ટ પર નવેમ્બર મહિનામાં ૪૭ લાખ પૅસેન્જર અને ૨૭,૨૦૦ ફ્લાઇટ્સ સાથે પૅસેન્જર ટ્રાફિકમાં વૃદ્ધિ જાળવી રાખી છે. 

ઍરપોર્ટે ૩૪ લાખ ડોમેસ્ટિક મુસાફરોને હૅન્ડલ કર્યા હતા જે નવેમ્બર ૨૦૨૩ની સરખામણીમાં ૬.૬ ટકા વધારે હતા. ઇન્ટરનૅશનલ ટ્રાફિકમાં ગયા મહિનામાં ૧૦.૩૭ લાખ મુસાફરોની સાથે નવેમ્બર ૨૦૨૩ની સરખામણીમાં ૮.૧ ટકાનો વધારો થયો હતો. ઍરપોર્ટ દ્વારા કાર્ગો સહિત ૧૯,૬૯૬ ડોમેસ્ટિક અને ૭૫૦૪ ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું. સૌથી વ્યસ્ત દિવસ ૨૦૨૪ની ૨૭ નવેમ્બર હતો, જેમાં એક જ દિવસમાં ૯૪૧ ફ્લાઇટ્સ ઑપરેટ કરવામાં આવી હતી.

mumabi mumbai airport chhatrapati shivaji international airport news mumabi news