મુંબઈ ઍરપોર્ટ પર ઇમોશનલ સપોર્ટ માટે ૯ ડૉગીઓને રમાડી શકશો

28 October, 2024 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ફરીથી ‘પૉફેક્ટ’ પ્રોગ્રામ અંતર્ગત પૅસેન્જર્સના સ્ટ્રેસ બસ્ટર માટે ટર્મિનલ-ટૂ પર ૯ ઇમોશનલ સપોર્ટ ડૉગ રાખવાનું શરૂ કરવામાં આવશે

ટર્મિનલ-ટૂ પર ૯ ઇમોશનલ સપોર્ટ ડૉગ રાખવાનું શરૂ કરવામાં આવશે

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ફરીથી ‘પૉફેક્ટ’ પ્રોગ્રામ અંતર્ગત પૅસેન્જર્સના સ્ટ્રેસ બસ્ટર માટે ટર્મિનલ-ટૂ પર ૯ ઇમોશનલ સપોર્ટ ડૉગ રાખવાનું શરૂ કરવામાં આવશે. કોરોના આવ્યો એ પછી ડૉગ્સને ખસેડી લેવામાં આવ્યા હતા, જે હવે ફરીથી મૂકવામાં આવશે. ગોલ્ડન રિટ્રિવર, શી ત્ઝુ, લૅબ્રૅડોર અને રેસ્ક્યુ કરેલો હસ્કી ડૉગ જેવા ૯ ડૉગીઝ શુક્રવારથી રવિવારે બપોરે ૩થી રાતે ૧૧ વાગ્યા સુધી ટર્મિનલ-ટૂના ડિપાર્ચર એરિયામાં ફરતા જોવા મળશે. આ ડૉગી એટલા ફ્રેન્ડ્લી છે કે મુસાફરો તેમની સાથે રમીને અને સેલ્ફી લઈને રિલૅક્સ થઈ શકશે.

mumbai airport chhatrapati shivaji international airport mumbai news mumbai news life masala