બે દિવસમાં ૧.૨૫ કરોડ રૂપિયાનું ૧.૭૨ કિલો સોનું જપ્ત

18 October, 2024 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍરપોર્ટ કસ્ટમ્સ વિભાગે બેને તાબામાં લીધા

મુંબઈ ઍરપોર્ટ પર પકડાયેલું સોનું

મુંબઈ ઍરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ ૧૫ અને ૧૬ ઑક્ટોબરની રાતે બે અલગ કેસમાં ૧.૨૫ કરોડ રૂપિયાની કિંમતનું ૧.૭૨૫ કિલો દાણચોરીનું સોનું જપ્ત કર્યું છે. આ મામલે ઍરપોર્ટ સ્ટાફ સહિત બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ઍર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓને ચોક્કસ સૂત્રો પાસેથી મળેલી માહિતીને આધારે બન્ને યુવાનોને તાબામાં લેવામાં આવતાં તેમણે શરીરના અલગ-અલગ ભાગોમાં સોનું છુપાવેલું મળી આવ્યું હતું.

મુંબઈ ઍરપોર્ટ પર એક મહત્ત્વપૂર્ણ ઑપરેશનમાં AIUના અધિકારીઓએ ચોક્કસ બાતમીને આધારે દુબઈથી આવી બૅન્ગકૉક જતા પૅસેન્જરને પકડ્યો હતો, જે ઍરપોર્ટ સ્ટાફ સાથે વૉશરૂમમાં જતાં જોવા મળ્યો હતો. તેની વધુ તપાસ કરતાં AIU અધિકારીઓને તેની પાસેથી ૧.૨૭૦ કિલોગ્રામ વજનના સોનાના ત્રણ ટુકડાઓ મળી આવ્યા હતા એટલું જ નહીં, મુસાફરોની અન્ડરવેઅરમાં પણ સોનું છુપાવવામાં આવ્યું હતું. દરમ્યાન સ્ટાફ-મેમ્બરની પૂછપરછમાં જાણવા મળ્યું કે સોનું તેને અન્ય મુસાફર દ્વારા સોંપવામાં આવ્યું હતું. આ માહિતીનો ઉપયોગ કરીને AIU અધિકારીઓએ એક સંપૂર્ણ શોધ શરૂ કરી ઍરપોર્ટ પરિસરમાં બીજા મુસાફરની ધરપકડ કરી  હતી.

અન્ય એક કિસ્સામાં દુબઈથી મુંબઈ પહોંચેલા એક મુસાફરને અટકાવવામાં આવ્યો ત્યારે તેની પાસેથી ૪૫૫ ગ્રામનું સોનું મળી આવ્યું હતું એટલું જ નહીં, આ મુસાફર શરીરના બીજા ભાગોમાં મોંઘા આઇફોન છુપાવીને મુંબઈ આવ્યો હતો.

mumbai airport mumbai customs dubai mumbai crime news crime news mumbai news mumbai