13 November, 2022 07:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ એરપોર્ટ પરથી જપ્ત કરાયેલું સોનું. તસવીર/ એરપોર્ટ કસ્ટમ્સ
કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ (Custom Department)એ શુક્રવારે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પરથી રૂા. 32 કરોડની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું છે. આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
પકડાયેલ આરોપી કતાર એરવેઝની ફ્લાઈટમાં મુંબઈ આવ્યા હતા. તેમને ભારતમાં સોનું લાવવા માટે પૈસાની લાલચ આપવામાં આવી હતી. જોકે, તેઓ ભારતના કસ્ટમ કાયદાઓથી વાકેફ ન હતા. તેથી આ બધા લોકો આટલું સોનું લાવ્યા. પોલીસે ધરપકડ કર્યા બાદ તમામ આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
કસ્ટમ્સ વતી કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, "જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓએ પોલીસને સોનાની દાણચોરીના રેકેટમાં સામેલ કેટલાક લોકોના નામ આપ્યા છે. તપાસ એજન્સી તે લોકોની માહિતી મેળવી રહી છે."
અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી
મુંબઈ એરપોર્ટ પરથી બે અલગ-અલગ ઘટનાઓમાં 61 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. એક જ દિવસે કાર્યવાહી કરીને કસ્ટમ વિભાગે 32 કરોડનું સોનું જપ્ત કર્યું છે. એક જ દિવસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હોવાનું જાણવા મળે છે.
પ્રથમ કાર્યવાહીમાં યુએઈથી દાણચોરીના કેસમાં 4 આરોપી અને બીજા કેસમાં દુબઈથી ત્રણ મુસાફરો મળીને કુલ 7 મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ કસ્ટમ વિભાગે માહિતી આપી છે કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં પાંચ પુરુષ અને બે મહિલા મુસાફરો સામેલ છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકીય વાતાવરણ પર ભડક્યા સંજય રાઉત, કહ્યું...