09 December, 2022 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
તહેવારોની મોસમ નજીક છે અને મુંબઈવાસીઓ પહેલેથી જ મુસાફરી કરવાના મૂડમાં છે. તેવામાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે (Chhatrapati Shivaji Maharaj Airport) પેસેન્જર એડવાઈઝરી જાહેર કરી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ આંતરરાષ્ટ્રીય સ્થળોએ મુસાફરી કરતાં તમામ મુસાફરોને તેમના બોર્ડિંગ સમયના ઓછામાં ઓછા 3.5 કલાક પહેલાં પહોંચવાની વિનંતી કરી છે, જ્યારે સ્થાનિક મુસાફરોને તેમના બોર્ડિંગ સમયના ઓછામાં ઓછા 2.5 કલાક પહેલાં પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
મુંબઈ એરપોર્ટ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે “છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તહેવારોની સિઝનની શરૂઆત થતાં જ મુસાફરોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે અને આગામી અઠવાડિયામાં સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે. અમે અમારા તમામ મુસાફરોને વિનંતી કરીએ છીએ, તેઓ વધારાનો સમય ફાળવો.”
આ પણ વાંચો: મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ વકર્યો: કોલ્હાપુરમાં આજથી કલમ ૧૪૪ લાગુ
તેમાં વધુમાં ઉમેર્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા મુસાફરોને તેમની નિર્ધારિત ફ્લાઇટના ઓછામાં ઓછા 3.5 કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવાની સલાહ આપવામાં આવે છે. સ્થાનિક ફ્લાઇટ્સ લેતા મુસાફરોને તેમના પ્રસ્થાનના ઓછામાં ઓછા 2.5 કલાક પહેલાં નિર્ધારિત ટર્મિનલ પર પહોંચવાની વિનંતી કરવામાં આવે છે."