08 February, 2023 09:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
મુંબઈમાં (Mumbai) બુધવારે વાયુ ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણી (Mumbai Air Quality Worsen Than Delhi)માં નોધવામાં આવી છે. વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 303 પર હતો. મુંબઈમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (Air Quality Index) બુધવારે `ખૂબ જ ખરાબ` શ્રેણીમાં પહોંચી ચૂક્યું છે. આમ થવાથી વાયુ પ્રદૂષણનું જોખમ વધારે વધ્યું છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પ્રદૂષણનું સ્તર વધારે ને વધારે વધી રહ્યું છે, જેને કારણે પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે. લોકોને આ કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી અને મુંબઈ સહિત દેશના પ્રમુખ મેટ્રો શહેર પ્રદૂષણથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત છે. પ્રદૂષણના વઘતા સ્તરે મુંબઈમાં હવાની ગુણવત્તાને દિલ્હીથી પણ વધારે ખરાબ બનાવી દીધું છે. મુંબઈમાં એક્યૂઆઈ (ઍર ક્વૉલિટી ઈન્ડેક્સ) (Air Quality Index) 303 નોધવામાં આવ્યો છે, જ્યારે પુણેમાં આ આંકડો 190 હતો.
અધિકતમ અને ન્યૂનમત તાપમાન ક્રમશઃ 33 અને 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
મુંબઈની હવા હજી પણ ખરાબ જળવાયેલી છે. મુંબઈમાં સોમવારે તાપમાનમાં થોડો ઘટાડો નોંધવામાં આવ્યો. સોમવારે સવારે શહેરનું તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. મુંબઈમાં ભેજ 89 ટકા રહ્યું. હવામાન વિશેષજ્ઞો પ્રમાણે શિયાળાથી ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો : Mumbaiની હવામાં નથી થયો હજી પણ કોઈ સુધારો, જુઓ તસવીરો
વાયુ ગુણવત્તા સૂચકાંક 0થી 100 સુધી સારું, 100થી 200 સુધી મધ્યમ, 200થી 300 સુધી ખરાબ, 300થી 400 સુધી ખૂબ જ ખરાબ અને 400થી 500 કે તેનાથી વધારે ગંભીર માનવામાં આવે છે.