Mumbai Accident:અડધી રાત્રે ગોઝારો અકસ્માત, કાર અને 6 વાહનો વચ્ચે અથડામણ, 3ના મોત

10 November, 2023 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ (Mumbai Accident)માં બાંદ્રા-વરલી સી લિંક પરના ટોલ પ્લાઝા પર એક ઝડપી કારે છ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોતના સમાચાર છે. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ થયા છે.

પ્રતીકાત્મક તસવીર

Mumbai Accident: મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પરના ટોલ પ્લાઝા પર એક ઝડપી કારે છ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોતના સમાચાર છે. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે 10.00 વાગ્યે સી લિંક પર ટોલ પ્લાઝાથી માત્ર 100 મીટર પહેલા આ અથડામણ થઈ હતી. રાત્રે બાંદ્રા તરફ જઈ રહેલી એક હાઈસ્પીડ કાર અનેક વાહનો સાથે અથડાઈ હતી અને નુકસાન થયું હતું. પ્રારંભિક ટક્કર બાદ કારની સ્પીડ વધી ગઈ હતી અને તે પ્લાઝા પર પાર્ક કરાયેલા અન્ય વાહનો સાથે અથડાઈ હતી.

ગુરુવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે, એક ઈનોવા વાહન વરલીથી બાંદ્રા તરફ ઉત્તર તરફ જઈ રહ્યું હતું ત્યારે ટોલ પ્લાઝાથી લગભગ 100 મીટરના અંતરે અનેક વાહનો સાથે અથડાઈ હતી. સી-લિંક પર મર્સિડીઝ કારને ટક્કર માર્યા બાદ તેણે તેની સ્પીડ વધારી અને ઝડપથી ભાગી જવાના પ્રયાસમાં તેણે અન્ય કેટલાક વાહનોને પણ ટક્કર મારી હતી.

મૃત્યુ પામેલાઓમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ 

ઇનોવા કારમાં ડ્રાઇવર સહિત સાત લોકો બેઠા હતા. આ સમગ્ર ઘટનામાં મર્સિડીઝ અને અથડાતા ઈનોવા સહિત કુલ 6 વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. 9 લોકો ઘાયલ થયા છે જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. ત્રણેય લોકોના મોત થયા છે, જેમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. બાકીના 6 લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી 2ની હાલત હજુ પણ ગંભીર છે. બંનેને લીલાવતી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. બાકીની ભાભા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ ટક્કર મારનાર ઈનોવા ચાલક પણ ભાભા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસનું કહેવું છે કે ઘટના ગંભીર છે અને તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

mumbai news road accident maharashtra news gujarati mid-day