Mumbai Accident: ડમ્પર પલટ્યું, મુંબઈના આ હાઇવે પર પિક અવર્સમાં ટ્રાફિક જામ

01 April, 2024 10:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Accident: આ અકસ્માતમાં એક ડમ્પર ફેંકાઇ ગયું હતું. જેના કારણે આજે વહેલી સવારે સાયન-પનવેલ હાઈવે પર ટ્રાફિક પણ ખોરવાઈ જવા પામ્યો હતો. 

અકસ્માતની પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાંથી અવારનવાર રોડ અકસ્માત (Mumbai Accident)ના સમાચાર સામે આવતા હોય છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આજે વહેલી સવારે સાયન-પનવેલ હાઈવે પર એક ભયંકર રોડ અકસ્માત થયો હતો. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ અકસ્માતમાં એક ડમ્પર ફેંકાઇ ગયું હતું. જેના કારણે આજે વહેલી સવારે સાયન-પનવેલ હાઈવે પર ટ્રાફિક પણ ખોરવાઈ જવા પામ્યો હતો. 

કઈ જગ્યાએ આ અકસ્માત બન્યો? કયા વાહન સાથે અકસ્માત થયો છે?

પ્રાપ્ત અહેવાલો અનુસાર આ રોડ અકસ્માત (Mumbai Accident)ની ઘટના માનખુર્દ નજીક બની હતી. આજે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ડમ્પરનું એક્સિડન્ટ થવાને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

મુંબઈ ટ્રાફિક પોલીસ પાસેથી મળી રહી છે અપડેટ 

મુંબઈ ટ્રાફિક પોલીસે આ ઘટના અંગે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરના તેમના સત્તાવાર એકાઉન્ટ પર અપડેટમાં જણાવ્યું હતું કે, "સ્લિપ રોડ T જંક્શન દક્ષિણ તરફના માનખુર્દ પર ડમ્પર અપ સાઇડ ડાઉન થવાને કારણે વાહનોની અવરજવર પર અસર પડી છે.” 

પિક અવર્સ દરમિયાન લોકોને પડી મુશ્કેલી, ટ્રાફિક સુવ્યવસ્થિત કરવા થઈ રહ્યું છે આ કામ 

આજે સોમવારે જ્યારે વિકલી ઑફ પછી લોકો કામે જવા માટે તૈયાર થયા હતા ત્યારે પીક ઓફિસ અવર્સ દરમિયાન ટ્રાફિક જામ થઈ ગયો હતો. તેને ટાળવા માટે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક સત્તાવાળાઓ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે સ્થળ પર આવી ગયા છે.

આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ?

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના (Mumbai Accident)માં કોઈ જાનહાનિના સમાચાર મળ્યાં નથી. સતત વાહનોને કારણે વ્યસ્ત રેટ આ હાઇવે પર ડમ્પર કયા કારણોસર પલટી ગયું તે અંગે પણ કોઇ માહિતી મળી શકી નથી. આ અકસ્માતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જોકે, આ ઘટનાને કારણે માનખુર્દ નજીક ટ્રાફિકની લાંબી લાઈનો લાગી ગઈ છે. આ જ કારણોસર સોમવારે પોતપોતાની ઓફિસે સમયસર પહોંચવાનો પ્રયાસ કરી રહેલા મુંબઈકરોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. 

ટ્રાફિક જામ થઈ જતાં વાહનોની અવરજવર પર પડી અસર 

આ ઘટના (Mumbai Accident) આજે સવારે બની હતી. જેને કારણે વહેલી સવારથી જ ટ્રાફિક પણ ખોરવાયો હતો. આ મામલે મુંબઈ ટ્રાફિક પોલીસના અપડેટ મુજબ એક ડમ્પર માનખુર્દમાં સાઉથ બાઉન્ડ લેન પર સ્લિપ રોડ ટી જંક્શન પર પલટી ખાઈ ગયું હતું. આ રીતે અચાનક પલટી ખાવાને કારણે દક્ષિણ તરફના વાહનોની અવરજવરમાં અવરોધ ઉભો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ધીમે ધીમે વાહનવ્યવહારને ફરી પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

mumbai news mumbai mumbai traffic police mumbai traffic sion panvel road accident mankhurd